કાશ્મીરમાં’કંઈક થશે’નો ફફડાટ, યાત્રીઓની ઘર વાપસી, ATM, પેટ્રોલ પંપો, દુકાનો પર લાઈનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 13:00:48
  • Views : 515
  • Modified Date : 2019-08-03 13:00:48

કાશ્મીર ઘાટીમાં અમરનાથ યાત્રીઓ તથા પર્યટકોને વહેલી તકે જગ્યા ખાલી કરવાની એડવાઇઝરી બાદ વાતાવરણ વધારે તંગ બન્યું છે. રાજ્યમાં કંઈક નવા-જુની અને મોટું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગઈ કાલે  શુક્રવાર સાંજે જાહેર કરવામાં આવેલી આ એડવાઇઝરી બાદ પુંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ છે. પંજાબના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કાશ્મીરમાંથી પ્રવાસીઓ અને અમરનાથ યાત્રીઓ તત્કાળ અસરથી પરત ફરી રહ્યાં છે. સ્થાનિક લોકો તેને કોઈ મોટી ઘટનાની આહટ માની રહ્યા છે અને રોજિંદી જરૂરિયાતના સામાનની સાથે રાશનની ખરીદી શરૂ કરી દીધી છે. ત્યાં સુધી કે પેટ્રોલ પંપો ખાતે પણ લોકોની લાંબી લાઇનો લાગી ગઈ છે.

છેલ્લા અઠવાડીયાથી કાશ્મીરમાં અચાનક હલચલ વધી જવા પામી છે. અચાનક જ સરકારે 38,000 સૈનિકો ખડકી દીધા છે. અમરનાથ યાત્રીઓને પણ પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને લોકોમાં અચાનક ભય પ્રસરી ગયો છે. તેને જોતાં શ્રીનગર એરપોર્ટના ડિરેક્ટરે એરપોર્ટ સુરક્ષા કમિટી સાથે સાંજે બેઠક યોજી હતી. તેને યાત્રીઓની સુરક્ષા અને પર્યટકોને કાશ્મીરથી બહાર કાઢવાની તૈયારીઓ સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. બીજી બાજુ એરઈન્ડિયાએ 15 ઓગસ્ટ સુધી કાશ્મીરની તમામ ફ્લાઇટના કેન્સલેશન/રિશિડ્યુલિંગ ફીમાં છૂટની જાહેરાત કરી હતી. કાશ્મીરના ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના અધ્યક્ષ અશફાક સાદિક ડગે જણાવ્યું કે આ સ્થિતિ અહીંની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી શકે છે. કાશ્મીરમાં બહાર લોકોમાં અફરાતફરીનો માહોલ છે. લગભગ 4 લાખ લોકો કાશ્મીરમાં મજૂર વર્ગના છે. તે બિહાર, પ.બંગાળ, યુપી, પંજાબ અને રાજસ્થાનના છે.

અફવાઓના કારણે લોકો પોતાના ઘરોમાં રોજિંદો સામાન એકત્ર કરવા લાગ્યા છે. હાલત એવી થઈ ગઈ છે કે અનેક પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ ગયા છે. એટીએમની બહાર પણ લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. મેડિકલ સ્ટોર પર લોકો જરૂરિયાતની દવાઓ ખરીદતા જોવા મળી રહ્યા છે.સૌથી વધુ ભીડ પેટ્રોલપંપ, એટીએમ, મેડિકલ અને જનરલ સ્ટોર્સ પર જોવા મળી. સાંજે ચાર વાગ્યા પછી શ્રીનગરના પેટ્રોલપંપ પર અચાનક ગાડીઓ આવવાની શરૂઆત થઈ. તેમાં પર્યટકોની પણ ગાડીઓ હતી જે રાત થતાં પહેલાં જ જમ્મુ જવા નીકળી ગઇ. શ્રીનગરના મુખ્ય બજાર લાલચોક પર પહોંચેલી આયશા શેખે કહ્યું કે, તે એડવાઈઝરી જારી થયા બાદ અહીં જરૂરી વસ્તુઓ ખરીદવા આવી હતી. રાજ્યના પર્યટન નિર્દેશક નિસાર અહેમદ વાણીએ કહ્યું કે હાલ કાશ્મીરમાં 20 હજાર પર્યટક છે. જાહેર છે કે એક-બે દિવસમાં પર્યટકો જતા રહેશે.જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાને વચમાં રોકવાને અન્ય મુદ્દાઓની સાથે જોડીને બિનજરૂરી ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. તેઓએ રાજકીય નેતાઓને પોતાના સમર્થકોથી શાંતિ કાયમ રાખવા તથા અતિશયોક્તિપૂર્ણ અફવાઓ પર ભરોસો ન કરવાની અપીલ કરવાનો અનુરોધ કર્યો 

Download Our B K News Today App



Related News