કાર્તિક આર્યને 'ધમાકા'નો ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું- મળો 'અર્જુન પાઠક'ને; ફિલ્મમાં જર્નલિસ્ટના રોલમાં જોવા મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 14:25:32
  • Views : 312
  • Modified Date : 2020-12-21 14:25:32

    એક્ટર કાર્તિક આર્યને સોમવાર, 21 ડિસેમ્બરના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં તે અર્જુન પાઠકના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક જર્નલિસ્ટનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન પાઠક મુંબઈ ટેરર અટેકનું લાઈવ કવરેજ કરે છે.કાર્તિકે ફિલ્મ અંગે કહ્યું હતું, 'આ મારા માટે એક ચમત્કારી સ્ક્રિપ્ટ છે. મને ખ્યાલ છે કે આ એક એવી સ્ક્રિપ્ટ છે, જે મને એક્ટર તરીકે અલગ જ તક આપશે. હું પોતાને રામ સર (ડિરેક્ટર રામ માધવાણી)ની દુનિયામાં લઈ જવા માટે આતુર છું. હું પહેલી જ વાર રોની સ્ક્રૂવાલા તથા RSVP સાથે કામ કરી રહ્યો છું. મને આ જર્ની શરૂ કરવાનો ઉત્સાહ છે.'ઉલ્લેખનીય છે કે 'ધમાકા' ઉપરાંત કાર્તિક 'ભૂલ ભુલૈયા 2' તથા 'દોસ્તાના 2'માં પણ કામ કરે છે. છેલ્લે કાર્તિક આર્યન ફિલ્મ 'લવ આજ કલ'માં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121