કાર્તિક આર્યનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ, સો.મીડિયામાં પ્લસની સાઈન કરીને માહિતી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 16:04:40
  • Views : 378
  • Modified Date : 2021-03-22 16:04:40

    બોલિવૂડમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે કાર્તિક આર્યનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. કાર્તિકે સો.મીડિયામાં પ્લસની સાઈનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'પોઝિટિવ થઈ ગયો, દુઆ કરો.' કાર્તિકનું ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં તે 'ભૂલ ભુલૈયા 2'નું શૂટિંગ કરતો હતો.

    કાર્તિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બે દિવસ પહેલા જ એટલે કે 20 માર્ચે એક્ટરે લેકમે ફેશન વીક 2021માં કિઆરા અડવાણી સાથે રેમ્પ વોક કર્યું હતું. કાર્તિક તથા કિઆરા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શોમાં શો સ્ટોપર બન્યા હતા.કાર્તિક આર્યને હાલમાં જ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'નું શૂટિંગ શરૂ કર્યું હતું. કાર્તિકે સો.મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે આ તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ છે. આમાંથી તે બહાર આવી શકે તેમ નથી.કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો 'ભૂલ ભુલૈયા 2' ઉપરાંત 'ધમાકા', 'દોસ્તાના 2', 'સોનુ કે ટીટૂ કી સ્વીટી 2' જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર 10 દિવસમાં 'ધમાકા' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

    રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યા છે. બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ફિલ્મ સિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. માસ્ક વગર લોકોને ફિલ્મ સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. ફિલ્મ સિટીની અંદર કેન્ટિન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140