અફેરના ન્યૂઝ વચ્ચે કાર્તિક- જાહ્નવીએ એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કર્યા, સમાચાર વાઇરલ થતા ફરી ફોલો કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 16:08:25
  • Views : 387
  • Modified Date : 2021-01-29 16:08:25

    કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂરના અફેરના સમાચાર વચ્ચે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જોકે અનફોલો કર્યાના સમાચાર વાઇરલ થયા બાદ બંનેએ એકબીજાને ફરીવાર ફોલો પણ કરી લીધા છે. હાલમાં જ કાર્તિક અને જાહ્નવી ન્યૂ યર વેકેશન પર ગોવા ગયા હતા. જેના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ત્યારબાદથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે આ પ્રકારના ન્યૂઝ સામે આવ્યા હતા.અગાઉ પણ ઘણી જગ્યાએ બંને સાથે દેખાયા છે. ઇન્સ્ટા પર એકબીજાને અનફોલો કરવાના સમાચાર પર ફેન્સ એવું કહેવા લાગ્યા કે તેમના રિલેશન ઓવર થઇ ગયા છે. જોકે, બંનેએ એકબીજાને અનફોલો કેમ કર્યા હતા તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

બંનેની એકબીજાને અનફોલો કરવાની વાત ત્યારે સામે આવી જ્યારે તેમની ફિલ્મ 'દોસ્તાના 2'નું શૂટિંગ પણ ટળ્યું. ફિલ્મના શૂટિંગ માટે ટીમે લંડન જવાનું હતું પણ ઇંગ્લેન્ડમાં એકવાર ફરી કોરોનાને કારણે લોકડાઉન થતા ફિલ્મનું શૂટિંગ ટળી ગયું છે.'દોસ્તાના 2' કાર્તિક અને જાહ્નવીની સાથે પહેલી ફિલ્મ છે. જો કાર્તિક અને જાહ્નવી વચ્ચે કોઈ મતભેદ થયા છે તો તેની અસર સ્વાભાવિકપણે ફિલ્મ પર જરૂર પડશે. ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મથી લક્ષ્ય બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય કાર્તિક 'ભૂલ ભુલૈયા 2'માં પણ દેખાશે જેમાં તેની સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. જાહ્નવી હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે 'રૂહી અફસાના' ફિલ્મમાં પણ જોવા મળશે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139