પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં કરીના કપૂરે યોગ કરીને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, સો.મીડિયામાં તસવીરો શૅર કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 14:10:35
  • Views : 472
  • Modified Date : 2021-01-25 14:10:35

    કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. કરીના કપૂર આવતા મહિને બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રેગ્નન્સીમાં કરીનાએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ સમયે પણ તેણે યોગ કરવાનું બંધ કર્યું નથી. હાલમાં જ કરીનાએ યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

    કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મોના સિંહ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ઉપરાંત કરીના કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ દેખાશે. ફિલ્મમાં રણબીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, જ્હાનવી કપૂર, અનીલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ સામેલ છે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પોતાના બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂરા કર્યા હતા. આટલું જ નહીં તે રેડિયો શોનું પણ કામ કરતી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140