કરીના કપૂર બીજીવાર માતા બની, એક્ટ્રેેસે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-21 13:08:11
  • Views : 405
  • Modified Date : 2021-02-21 13:08:11

    કરીના કપૂરે આજે એટલે કે 21મીએ સવારે દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. કરીના કપૂર ગઈ કાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ પણ વામિકાને જન્મ આપ્યો હતો. કરીના તથા બાળકની તબિયત એકદમ સારી છે. કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી.

    વર્ષ 2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવી હતી.

    ડૉ. રૂસ્તમે જ બબીતાની બંને ડિલિવરી કરાવી હતી. નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. ડૉક્ટર સોનાવાલાએ કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.ડિલિવરીના બે દિવસ પહેલાં જ કરીના કપૂર દીકરા તૈમુર સાથે બહેન કરિશ્માના ઘરે જોવા મળી હતી. આ સમયે તે એનિમલ પ્રિન્ટેડ કફ્તાનમાં જોવા મળી હતી. આ પહેલાં કરીના કપૂરે 14 ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કફ્તાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.

    કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

    કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે આમિર સાથે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જો વાત સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની કરવામાં આવે તો તે પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણનો રોલ ભજવતો જોવા મળશે. આ ઉપરાંત તે ‘ભૂત પોલીસ’ તથા ‘બંટી બબલી 2’માં જોવા મળશે.91 વર્ષીય ડૉક્ટર આરપી સોનાવાલાએ વર્ષ 1948થી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, 'એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.' ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને 1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી 'લાઈફગિવર' લખી છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138