કરન જોહરે ફિલ્મ 'લાઈગર'ની જાહેરાત કરી, વિજય દેવરાકોંડાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:31:57
  • Views : 356
  • Modified Date : 2021-01-18 12:31:57

    છેલ્લાં ઘણાં સમયથી વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડેની ફિલ્મની ચર્ચા થતી હતી. ફાઈનલી આ ફિલ્મનું નામ તથા ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. ફિલ્મનું નામ 'લાઈગરઃ સાલા ક્રોસબ્રીડ' છે. ધર્મા પ્રોડક્શન તથા વિજયે સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ ફિલ્મથી વિજય બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે.વિજયે સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું હતું, 'વિનમ્રતા સાથે ભારતમાં અમારા આગમનની ઘોષણા કરું છું. આખા દેશમાં ગાંડપણની ગેરંટી છે.' ફર્સ્ટ લુકમાં વિજયના બેકગ્રાઉન્ડમાં વાઘ તથા સિંહ જોવા મળે છે. વિજય ગુસ્સામાં છે અને તેણે બોક્સિંગ ગ્લવ્સ પહેર્યાં છે.

    ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. વિજય ઉપરાંત ફિલ્મમાં અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન, રોનિત રોય, વિશુ રેડ્ડી જેવા કલાકારો છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શન ઉપરાંત પુરી જગન્નાથ તથા ચાર્મી કૌરે પ્રોડ્યૂસ કરી છે.

    ઉલ્લેખનીય છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે ચર્ચા હતી કે આ ફિલ્મનું નામ 'ફાઈટર' રાખવામાં આવશે. જોકે, થોડાં સમય પહેલાં જ સિદ્ધાર્થ આનંદે 'ફાઈટર' ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા રીતિક રોશન લીડ રોલમાં છે. સિદ્ધાર્થે 'ફાઈટર' ટાઈટલ રાખી લેતા કરન જોહરે પોતાની ફિલ્મનું નામ 'લાઈગર' રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે લાઈગર એવો મિક્સ્ડ સિંહ છે, જે મેલ સિંહ તથા ફીમેલ ટાઈગરના મિલનથી જન્મે છે.

    ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે. અનન્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે પહેલી જ વાર વિજય દેવરાકોંડાને મળી ત્યારે તે ઘણો જ વિન્રમ લાગ્યો હતો. આટલો મોટો સ્ટાર હોવા છતાંય તે ઘણી જ સહજતાથી વાત કરે છે. અનન્યાએ પોતાના રોલ અંગે કહ્યું હતું કે તે ફિલ્મમાં એવો રોલ ભજવે છે, જે તે રિયલ લાઈફમાં છે. તે ક્યૂટ, ફન્ની તથા ચાર્મિગ પર્સનાલિટીમાં જોવા મળશે. તેણે તેલુગુ ભાષા પણ શીખી છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140