કપિલ શર્મા 28 વર્ષ પહેલાં આવો દેખાતો હતો, શો જીત્યા બાદ 10 લાખ રૂપિયા મળ્યાં, આ પૈસાથી બહેનના લગ્ન કરાવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 13:09:15
  • Views : 412
  • Modified Date : 2021-01-31 13:09:15

    કપિલ શર્માએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની 28 વર્ષ જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કપિલ ઓળખાતો પણ નથી. આ તેના નાનપણની તસવીર છે, જેમાં તે મોટાભાઈ અશોક સાથે જોવા મળે છે. આજે તો કપિલ ઘેર-ઘેર લોકપ્રિય છે. તેનો જન્મ 2 એપ્રિલ, 1981માં અમૃતસર, પંજાબમાં થયો છે. કપિલના જીવન સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ્સ અંગે વાત કરીએ.

    કપિલનું અસલી નામ શમશેર સિંહ છે. તેણે 'લાફ્ટર ચેલેન્જ'ની ત્રીજી સિઝન જીતીને પોતાની અલગ જગ્યા બનાવી હતી. આ શો જીતવા બદલ કપિલને 10 લાખ રૂપિયા મળ્યા હતા. જીતેલી રકમમાંથી કપિલે પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા. હિંદી શોની સાથે સાથે કપિલે પંજાબી શોમાં પણ કામ કર્યું હતું. કપિલે ટોટલ 9 'લાફ્ટર' શો જીત્યા હતા.


    કપિલે જ્યારે 'લાફ્ટર ચેલેન્જ 3' માટે અમૃતસરમાં ઓડિશન આપ્યું હતું ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. દિલ્હી જઈને ઓડિશન આપ્યું તો તેની પસંદગી કરવામાં આવી હતી. કપિલ શર્માએ પછી પોતાનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શરૂ કર્યો હતો. આ શોની ક્રિએટિવ ડિરેક્ટર પ્રીતિ સિમોસ હતી. કપિલનું નામ પ્રીતિ સાથે ચર્ચાવા લાગ્યું હતું.

    કપિલ શર્મા વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. એક મરાઠી અવોર્ડ ફંક્શનમાં કપિલ શર્માએ દારૂના નશામાં સિંગર મનોલી ઠાકુર, તનિષા મુખર્જી સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ વાત કપિલે ક્યારેય સ્વીકાર નથી અને માફી પણ માગી નથી.કપિલે એક અવોર્ડ શો હોસ્ટ કરવા માટે 1.25 કરોડ રૂપિયા માગ્યા હતા. આટલું જ નહીં ત્યારબાદ વેનિટી વેન અંગે ઓર્ગેનાઈઝર્સને ઘણાં જ હેરાન કર્યાં હતાં. કપિલે પોતાના શોમાં સ્ટાર્સને રાહ પણ જોવડાવી છે, જેમાં અજય દેવગનથી લઈ શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહ, કંગના રનૌતના નામ સામેલ છે.

    કપિલે BMCના કર્મચારીઓ પર લાંચ લેવાનો આક્ષેપ મૂકીને PM નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં ટૅગ કર્યાં હતાં. ત્યારબાદ ઓશિવારા ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, કપિલે દાવો કર્યો હતો કે બિલ્ડિંગનું બાંધકામ જે પ્લાન મંજૂર થયો હતો, તે હિસાબે જ કરવામાં આવ્યું હતું.કપિલ અનેક મહિનાઓ સુધી ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. ત્યારબાદ તેણે બ્રેક લીધો હતો અને પછી 'ધ કપિલ શર્મા શો'ની સાથે કમબેક કર્યું હતું.કોમિક ટાઈમિંગ તથા અંદાજને કારણે કપિલનો શો ઘણો જ લોકપ્રિય થયો છે. કપિલ 2017માં ફોર્બ્સના ભારતીય ટીવી સેલિબ્રિટીની યાદીમાં 17મા સ્થાને હતો.


    કપિલે 2018માં પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષ બાદ બંને દીકરી અનાયરાના પેરેન્ટ્સ બન્યા હતા. કપિલ બીજીવાર પિતા બનાવાનો છે. કપિલે ગિન્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે 'ધ કપિલ શર્મા શો' ઓફ એર કરવાનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139