મે મહિનાથી કપિલ શર્માનો શો શરૂ થશે, સપનાનું પાત્ર ભજવનાર કૃષ્ણા અભિષેકે પુષ્ટિ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 16:54:48
  • Views : 400
  • Modified Date : 2021-03-26 16:54:48

    જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં 'ધ કપિલ શર્મા' ઓફએર થયો હતો. હવે આ શો નવી સિઝન સાથે પરત ફરશે. શોમાં સપનાનું પાત્ર ભજવનાર કૃષ્ણા અભિષેકે આ વાતની પુષ્ટિ કરી હતી. વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'શો મે મહિનાથી કમબેક કરશે. હજી સુધી અમે ડેટ ફાઈનલ કરી નથી. આ વખતે શોમાં ઘણી બાબતો અલગ જોવા મળશે. સેટ ફરીથી બનાવવામાં આવશે. અમારો નવો સેટ હશે. આ સાથે કંઈક અલગ પણ જોવા મળશે.'ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જ્યારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે તે પોતાના પાત્ર સપનાને યાદ કરે છે તો તેણે જવાબમાં કહ્યું હતું, 'હું શોને ઘણો જ યાદ કરું છું, કારણ કે અમે ત્યાં ઘણી જ મસ્તી કરતા હતા. અમને ખ્યાલ જ ના રહેતો કે દિવસ ક્યારે પૂરો થઈ ગયો. કપિલ તથા હું ફોન પર શો અંગે ઘણી જ ચર્ચા કરીએ છીએ, કારણ અમે બંને ઈચ્છીએ છીએ કે શો ફરીથી ચાલુ થાય. તે પણ આ શો અંગે ઉત્સાહી છે.'



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140