'કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતી': બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, BMCએ હવે લોકોના પૈસે એક્ટ્રેસને વળતર ચૂકવવું પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 12:09:56
  • Views : 423
  • Modified Date : 2020-11-27 12:09:56

    બૃહન્મુંબઈ નગર નિગમ (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડ કરી હતી અને એક્ટ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી છે. હવે શુક્રવાર (27 નવેમ્બર)ના રોજ આ અરજી પર નિર્ણય આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસે BMCની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ એસ જે કૈથાવાલા તથા આર આઈ છાગલાની ખંડપીઠે આ કેસનો ચુકાદો આપતા કહ્યું હતું, 'જે રીતે અહીંયા તોડફોડ કરવામાં આવી તે ગેરકાયદેસર હતી અને ફરિયાદીને કાયદાની મદદ ના માટે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.' કોર્ટ ગેરકાયદેસર બાંધકામની BMCની નોટિસને પણ રદ્દ કરી દીધી છે.9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના અનેક ભાગોને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝૂમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કિંમતી સંપત્તિ સામેલ હતી.સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કેસને જોતા એવું લાગી રહ્યું છે કે તોડફોડની કાર્યવાહી એક્ટ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટ તથા નિવેદનોને કારણે તેને ટાર્ગેટ બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાનના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનકર્તાની નિયુક્તિ કરી છે.

Download Our B K News Today App



Related News