કંગના પોઝિટિવ, હર હર મહાદેવના નારા સાથે બોલી, હું વાઈરસનો ખાતમો બોલાવી દઈશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 13:04:11
  • Views : 417
  • Modified Date : 2021-05-08 13:04:11

     કંગના રનૌત કોરોના પોઝિટિવ છે. શનિવાર, 8 મેના રોજ 34 વર્ષીય કંગનાએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'છેલ્લાં થોડાં દિવસથી મારી આંખોમાં થોડી બળતરા થતી હતી અને થાક લાગતો હતો. આ સાથે જ નબળાઈ પણ આવી ગઈ હતી. અમે હિમાચલ જવાના હતા. તેથી મેં કાલે કોવિડનો ટેસ્ટ કરાવ્યો અને આજે રિઝલ્ટ આવ્યું. હું કોવિડ પોઝિટિવ છું.'

     કંગનાએ આગળ કહ્યું હતું, 'મેં મારી જાતને ક્વૉરન્ટીન કરી છે. મને ખ્યાલ નહોતો કે મારા શરીરમાં આ વાઈરસ કેવી રીતે આવ્યો. મને ખ્યાલ છે કે હું તેને ખત્મ કરી દઈશ. પ્લીઝ તમે લોકો કોઈ પણ બાબતને તમારી પર હાવી ના થવા દો. જો તમે આનાથી ડરી જશો તો આ તમને વધારે ડરાવશે. આ કંઈ જ નથી. સામાન્ય ફ્લૂ છે. આવો આ કોવિડ 19 વાઈરસને ખત્મ કરીએ. હર હર મહાદેવ' બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે. કંગનાએ પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે રાક્ષસને વશમાં કરવા માટે મોદીજીએ વર્ષ 2000વાળું વિરાટ રૂપ બતાવે તે જરૂરી છે.

     વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પ.બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકાતા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શૅર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

     અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જોકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સેકન્ડ વેવમાં અનેક બોલિવૂડ સેલેબ્લ ચપેટમાં આવી ગયા છે. અક્ષય કુમાર, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી, તારા સુતરિયા સહિત અનેક સેલેબ્સને કોરોના થયો હતો.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138