'ધાકડ'ના એક સીન માટે 25 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો, કંગનાએ ડિરેક્ટરના વખાણ કરતા લખ્યું- તૈયારી જોઈને ચકિત છું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:52:42
  • Views : 364
  • Modified Date : 2021-02-06 12:52:42

    કંગના રનૌત હાલ મધ્યપ્રદેશમાં અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગ વ્યસ્ત છે. તેના જણાવ્યા અનુસાર તે એક એવા એક્શન સીનને શૂટ કરવા જઈ રહી છે જેના પર 25 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો આવશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રિહર્સલનો એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે.

    કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, 'આવા ડિરેક્ટર ક્યારેય નથી જોયા, જે રિહર્સલને આટલું મહત્ત્વ અને સમય આપે છે. સૌથી મોટા એક્શન સિક્વન્સમાંનું એક કાલે રાતથી શૂટ થશે. તેની તૈયારીથી ચકિત છું. ઘણું બધું શીખી રહી છું. 25 કરોડ રૂપિયાથી વધુ એક માત્ર એક્શન સિક્વન્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે.'રજનીશ ઘઈના ડિરેક્શનમાં બની રહેલી 'ધાકડ' આ વર્ષે દિવાળી પર 1 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર કંગના આ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે. આ સિવાય કંગનાની ફિલ્મ 'થલાઈવી' આ વર્ષે રિલીઝ થવાની છે જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જિંદગી પર આધારિત છે.

    'ધાકડ' બાદ કંગના 'તેજસ'નું શૂટિંગ શરૂ કરશે. તે 'અપરાજિત અયોધ્યા', 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લીજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક અનામ ફિલ્મ અનાઉન્સ કરી ચૂકી છે. તેના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મ છે જેમાં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121