એક્ટ્રેસે કવિતા શેર કરી કહ્યું ,‘મેરી રાખ કો ગંગા મેં મત બહાના, હર નદી સાગર મેં જાકર મિલતી હૈ, મુજે સાગર કી ગહરાઈયોં સે ડર લગતા હૈ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 14:07:52
  • Views : 353
  • Modified Date : 2020-12-27 14:07:52

    એક્ટ્રેસ કંગના રનૌત તેના પરિવાર સાથે બરફના પહાડો વચ્ચે હાઈકિંગ માટે ગઈ હતી. કંગનાએ તેની આ ફેમિલી ટ્રિપના અમુક ફોટોઝ શનિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. 33 વર્ષીય એક્ટ્રેસે ભાવુક કવિતા ‘રાખ’લખી સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કર્યા છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘હાઈકિંગથી પ્રેરિત થઈ નવી કવિતા ‘રાખ’ લખી, શક્ય હોય ત્યારે અવશ્ય જુઓ.’‘મેરી રાખ કો ગંગા મેં મત બહાના

હર નદી સાગર મેં જાકર મિલતી હૈ
મુજે સાગર કી ગહરાઈયોં સે ડર લગતા હૈ
મેં આસમાન કો છૂના ચાહતી હૂં
મેરી રાખ કો ઇન પહાડો પે બિખેર દેના
જબ સૂરજ ઉગે તો મેં ઉસે છૂ સકું
જબ મેં તન્હા હૂં તો ચાંદ સે બાતે કરૂ
મેરી રાખ કો ઉસ ક્ષિતિજ પે છોડ દેના.’

    એક્ટ્રેસ કંગના રનૌત શુક્રવારે (25 ડિસેમ્બર) તેના પરિવાર સાથે બરફના પહાડો વચ્ચે હાઈકિંગ માટે પહોંચી હતી. કંગનાએ તેની આ ફેમિલી ટ્રિપના અમુક ફોટોઝ શનિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોમાં કંગના સાથે તેની બહેન રંગોલી, ભાભી ઋતુ અને ભત્રીજો પૃથ્વીરાજ પણ દેખાઈ રહ્યા છે.ફોટોઝ શેર કરી કંગનાએ લખ્યું, હું કાલે ફેમિલી સાથે હાઈકિંગ પર ગઈ હતી. અદભુત અનુભવ રહ્યો. ફોટોઝ માટે ઇન્સ્ટાગ્રામ કવીન મારી ભાભીનો આભાર. તેમને કેમેરા ફિલ્ટર્સ વિશે બધી ખબર છે અને તે મને યુઝ કરતા શીખવી રહ્યા છે.કંગનાએ આ પહેલાં ફિલ્મ 'થલાઈવી'માં આ પ્રોસ્થેટિક મેઝરમેન્ટ પ્રોસેસ યુઝ કર્યો હતો. આ ફિલ્મમાં કંગના જયલલિતાના રોલમાં છે. આ ફિલ્મ માટે કંગનાએ તેનું વજન પણ વધાર્યું હતું. એ. એલ વિજય આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

    

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138