સંજય રાઉતે શેર કરી માનહાનીના કેસવાળી વાત તો કંગનાએ કહ્યું- એક હતી સિંહણ અને એક વરુઓનું ઝુંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 15:08:19
  • Views : 326
  • Modified Date : 2020-11-04 15:08:19

            મંગળવારે સમાચાર આવ્યા હતા કે જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે. તેના પર પલટવાર કરીને કંગનાએ એક ટ્વીટ કર્યું જેમાં તેણે ખુદને સિંહણ અને પોતાનો વિરોધ કરનારાને વરુઓનું ઝુંડ ગણાવ્યું છે. કંગનાએ તેમના પર હ્રિતિક રોશન સાથેના રિલેશનશિપને લઈને વાત કરવા ઘરે બોલાવી ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, આ બાબતે જાવેદે કેસ કર્યો છે.કંગનાએ શિવસેના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ ક્વોટ કર્યું છે. સંજયે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગીતકાર જાવેદ અખ્તરે નેશનલ અને ઇન્ટરનેશનલ ટીવી પર અપમાનજનક સ્ટેટમેન્ટ આપવા માટે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ કરી છે. મુંબઈના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ ફાઈલ થઇ.

Download Our B K News Today App



Related News