બિલ્ડિંગ પ્લાનના નિયમોના ઉલ્લંઘન પર કંગના રનૌત બોલી, મહાવિનાશકારી સરકાર ખોટો પ્રચાર કરી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 13:59:01
  • Views : 351
  • Modified Date : 2021-01-02 13:59:01

    કંગના રનૌતે મુંબઈમાં એક સિવિલ કોર્ટના એ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટ જવાનું જાહેર કર્યું છે, જેમાં તેના 3 ફ્લેટ્સને એક કરનારા મર્જરને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. એક્ટ્રેસે તેની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટમાં મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લેતા લખ્યું છે, 'મહાવિનાશકારી સરકારનો ખોટો પ્રચાર. મેં કોઈ ફ્લેટને મર્જ નથી કર્યા. આખી બિલ્ડિંગ એક રીતે જ બની છે. દરેક ફ્લોર પર એક અપાર્ટમેન્ટ છે. મેં તેને એમ જ ખરીદ્યું હતું. આખી બિલ્ડિંગમાં BMC મને માત્ર હેરાન કરી રહી છે. હું હાયર કોર્ટમાં લડાઈ લડીશ.'સપ્ટેમ્બર 2020માં જ્યારે કંગના મુંબઈની તુલના POK સાથે કર્યા બાદ વિવાદમાં આવી હતી ત્યારે BMCએ તેની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામનો દાવો કરીને તોડફોડ કરી હતી. ત્યારબાદ એક્ટ્રેસે સિવિલ કોર્ટમાં એક યાચિકા ફાઈલ કરીને સિવિક બોડી દ્વારા થયેલી તોડફોડને ખોટી ગણાવી હતી અને આ કાર્યવાહી પર રોક લગાવાની માગ કરી હતી.

    જજ એલ એસ ચૌહાણે તેના નિર્ણયમાં કહ્યું કે કંગનાએ 16 માળની બિલ્ડિંગના પાંચમા માળે 3 ફ્લેટ્સને મર્જ કરીને એક કર્યો છે. આ દરમ્યાન તેણે સંક એરિયા, ડક્ટ એરિયા અને કોમન પેસેજને કવર કરીને ફ્લોર સ્પેસ એરિયા ઇન્ડેક્સ (FSI)ને રહેવા લાયક જગ્યામાં કન્વર્ટ કરી છે. આ બિલ્ડિંગ પ્લાનના નિયમોનું ઉલ્લંઘન છે.કોર્ટે તેના નિર્ણયમાં એવું પણ કહ્યું કે આ કેસમાં વધુ તપાસની જરૂર નથી. સાથે જ કંગનાને 6 અઠવાડિયાનો સમય આપતા કહ્યું કે તે ઈચ્છે તો આ આદેશ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138