કંગના રનૌતના ટ્વિટર પર 3 મિલિયન ફોલોઅર્સ, સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ 2020થી સતત સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 12:50:45
  • Views : 357
  • Modified Date : 2021-01-07 12:50:45

    એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે કોઈના કોઈ મુદ્દે ડર્યા વગર પોતાના મત સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતી રહે છે. તેણે કરેલા ટ્વીટ્સ પણ ચર્ચાના વિષય બનતા રહે છે. હાલમાં જ કંગનાના ટ્વિટર પર 3 મિલિયન એટલે કે 30 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. આ વાતને લઈને કંગનાએ ટ્વીટ કરી તેના ફેન્સનો આભાર માન્યો છે.

    કંગનાએ ટ્વીટ કરી લખ્યું, 'તમારા બધાનો આભાર. મેં ગયા ઓગસ્ટમાં ટ્વિટર જોઈન કર્યું હતું, ત્યારે મારી ટીમ કંઈક હજાર ફોલોઅર્સ સાથે તેને હેન્ડલ કરી રહી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આટલી જલ્દી 3 મિલિયનનો આંકડો પાર કરી લેશું. ટ્વિટર ઘણીવાર ભટકાવી દે છે, પરંતુ આ રસપ્રદ પણ છે. આભાર.' સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ 2020થી કંગનાના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કંગનાએ સુશાંતના મૃત્યુ બાબતે ઘણા લોકો પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે સુશાંત કેસમાં CBI તપાસ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદથી જ કંગનાને ફેન્સનો ઘણો સપોર્ટ મળ્યો છે.

    કંગનાની ઘણીવાર ટ્વિટર પર કોઈની કોઈ સાથે વર્ડ વોર થતી રહે છે. હાલમાં જ કોંગ્રેસ નેતા શશી થરૂર સાથે ટ્વિટર પર ચર્ચા શરૂ થઇ ગઈ હતી. કંગનાએ થરૂરના એક સ્ટેટમેન્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેમણે ગૃહિણીઓને માસિક મહેનતાણું આપવાનો વિચાર આપ્યો હતો. કંગનાએ તેમને આડે હાથ લેતા કહ્યું કે દરેક વસ્તુમાં બિઝનેસ જોવાનું બંધ કરો. તેના જવાબમાં થરૂરે કહ્યું કે હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારા જેવી સશક્ત બની જાય. આ પહેલાં કંગના દિલજિત દોસાંજ અને ઉર્મિલા સાથેની ટ્વિટર વોરને લઈને પણ ચર્ચામાં આવી હતી.

    જણાવી દઈએ કે કંગના થોડા દિવસ પહેલાં જ તેના હોમટાઉન મનાલીથી મુંબઈ પરત ફરી છે. તે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પણ ગઈ હતી. કંગનાએ પરિવાર સાથે મનાલીમાં વેકેશન માણ્યું હતું. તે પહેલાં કંગના અપકમિંગ ફિલ્મ 'થલાઈવી' જે જયલલિતાની બાયોપિક છે તેના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી, તેલુગુ અને તમિળ ભાષામાં રિલીઝ થશે.કંગનાની અન્ય એક ફિલ્મ 'ધાકડ' સ્પાય થ્રિલર ફિલ્મ છે જેમાં કંગના એક ફીમેલ સ્પાયના રોલમાં દેખાશે. થોડા દિવસ પહેલાં ફિલ્મ માટે તેના ચહેરાનું પ્રોસ્થેટિક મેઝરમેન્ટ પણ લેવાયું હતું જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફિલ્મનું ફર્સ્ટ લુક ઘણા સમય પહેલાં રિલીઝ થઇ ગયું હતું. ડિરેક્ટ રજનીશ ઘાઈની આ ફિલ્મ અગાઉ 2020માં દિવાળીના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે બધું ડીલે થયું. હવે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે. આ સિવાય કંગના 'તેજસ' ફિલ્મની પણ તૈયારી કરી રહી છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138