ગનાનો દાવો- સેરેમની માટે કપડાં ખરીદવાના પૈસા નહોતા, જાતે જ કપડાં ડિઝાઈન કર્યાં હતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 14:28:21
  • Views : 390
  • Modified Date : 2021-01-24 14:28:21

    કંગના રનૌતે હાલમાં જ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેને જ્યારે તેની કરિયરનો પહેલો નેશનલ અવોર્ડ મળ્યો ત્યારે તેની પાસે કપડાં ખરીદવાનો પૈસાનહોતા.કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'પહેલો નેશનલ અવોર્ડ. અવોર્ડ સાથે ઘણી યાદો જોડાયેલી છે. આ સન્માન મેળવનારી હું સૌથી યુવાન એક્ટ્રેસમાંની એક હતી. આ સાથે જ વુમન સેન્ટ્રિક ફિલ્મ માટે મહિલા રાષ્ટ્રપતિના હાથે. મેં મારો ડ્રેસ જાતે ડિઝાઈન કર્યો હતો, કારણ કે મારી પાસે ખાસ કપડાં ખરીદવાના પૈસા નહોતા. આમ તો ડ્રેસ એટલો ખરાબ નથી..નથી ને?'

    કંગનાની ફેન પેજની પોસ્ટમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે એક્ટ્રેસને અવોર્ડ મળે છે. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું હતું, 'આજના દિવસે 11 વર્ષ પહેલાં કંગનાને 56મો નેશનલ અવોર્ડ મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન' માટે મળ્યો હતો. આ ફિલ્મમાં તેને શોનાલી ગુજરાલનો રોલ પ્લે કર્યો હતો અને આ રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો.'2006માં 'ગેંગસ્ટર'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર કંગનાને અત્યાર સુધી ત્રણ વાર નેશનલ અવોર્ડ મળ્યા છે. 2008માં 'ફેશન'માં શૌનાલી બોઝના રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રસનો, 'ક્વીન' (2014)માં રાની મહેરાના રોલ માટે બેસ્ટ એક્ટ્રેસ તથા 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' (2015)માં દત્તોના રોલ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત 2020માં ભારત સરકારે કંગનાને પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.

    કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના આ વર્ષે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જયલિલાતની બાયોપિક 'થલાઈવી'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'ધાકડ', 'તેજસ', 'અપરાજિત અયોધ્યા' તથા 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા'માં કામ કરશે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139