કંગનાએ ઝોમેટો પર રેફરી બનવાનો આક્ષેપ મૂકીને કહ્યું, 'અમારા ચક્કરમાં રસ્તા પર ના આવી જતા'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 13:58:03
  • Views : 350
  • Modified Date : 2020-12-18 13:58:03

    કંગના રનૌત તથા દિલજીત દોસાંજ વચ્ચેનો ઝઘડો હજી શાંત નથી થયો પરંતુ એક્ટ્રેસે આ ઝઘડાને બહાને ફૂડ ડિલીવરી સર્વિસ ઝોમેટોને આડેહાથ લીધી છે. એક્ટ્રેસે હાલમાં જ કરેલી એક પોસ્ટમાં કહ્યું હતું, 'મેં જોયું કે ઝોમેટો સોશિયલ મીડિયા હેન્ડલ દિલજીત દોસાંજ તથા મારી વચ્ચે રેફરી બનતું રહે છે. તેમણે મને જાહેરમાં હેરાન કરી અને કંગના રેપ્ડ બાય દિલજીત (દિલજીતે કંગનાનો રેપ કર્યો) ટ્રેન્ડને સપોર્ટ કર્યો. અમે એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. આજે લડીશું તો કાલે એક થઈ જઈશું. તમે તમારું જુઓ. અમારા ચક્કરમાં તમે રસ્તા પર ના આવી જતા, ભાઈ...'કંગનાનું આ રિએક્શન ત્યારે આવ્યું છે, જ્યારે ધ ફેર વર્ક ફાઉન્ડેશનના 11 પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન કર્યા બાદ એ વાત કહી કે ઝોમેટોની વર્કિંગ કન્ડિશન ઘણી જ ખરાબ છે. આ ફૂડ ડિલવરી સર્વિસને 10માંથી માત્ર 1 જ પોઈન્ટ મળ્યો. ત્યારબાદ ઝોમેટોના ફાઉન્ડર દીપેંદર ગોયલે આ સ્થિતિની પૂરી જવાબદારી લીધી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121