પ્રથમ આતંકવાદી હિંદુ હતો....,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 15:49:27
  • Views : 482
  • Modified Date : 2019-05-13 15:49:27

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને એક વિવાદાસ્પદ નિવેદન આપતા એક નવાં વિવાદને જન્મ આપી દીધો છે. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતા કમલ હાસને કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો. મહાત્મા ગાંધીનો હત્યારો નાથુરામ ગોડસે પર ઇશારો કરતા હાસને કહ્યું કે, તે એક હિંદુ આતંકી હતો.તમિલનાડુના કરૂર જિલ્લાની અરિવાકુરિચી વિધાનસભા સીટ ઉપચૂંટણી માટે પ્રચાર દરમિયાન કમલ હાસને કહ્યું,’આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો. અને તેનું નામ નાથુરામ ગોડસે હતું. હું આ તે માટે નથી કહી રહ્યો કારણ કે અહિંયા મોટા ભાગનાં મુસ્લિમ લોકો હાજર છે. હું મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ઉભો રહીને આ કહી રહ્યો છું.’મક્કલ નીધી મૈયમ (એમએનએસ)ના પ્રમુખ કમલ હાસન આ સીટથી પાર્ટીના ઉમેદવાર એસ. મોહનરાજ માટે પ્રચાર કરી રહ્યા છે. જે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. નોંધનિય છે કે, આ કોઇ પ્રથમવાર નથી જ્યારે કમલ હાસને આ પ્રકારની ટિપ્પણી કરી હોય, આ પહેલા પણ વર્ષ ૨૦૧૭માં હિંદુ આતિવાદ પર નિવેદન આપી તેઓ લોકોના નિશાના પર આવી ચૂક્યા છે.કમલ હાસનનાં નિવેદન પર ભાજપનો ઉગ્ર વિરોધકમલ હાસનના નિવેદન પર ભાજપે ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમિલસઇ સૌંદરરાજને ટ્વીટ કરી કહ્યું કે ગાંધીની હત્યા અને હિંદુ આતંકવાદનો મામલ હાલ ઉઠાવવો નિંદનીય છે. તમિલનાડુની પેટાચૂંટણી પહેલાં અલ્પસંખ્યકોના વોટ મેળવવા માટે આ વાથ ઉઠાવીને હાસને આગ સાથે રમત રમી છે.

Download Our B K News Today App



Related News