લગ્નના દોઢ મહિના બાદ જ દિયા મિર્ઝા પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 13:53:07
  • Views : 526
  • Modified Date : 2021-04-02 13:53:07

    બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા માતા બનવાની છે. દિયા મિર્ઝાએ સો.મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી હતી. દિયાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન વૈભવી રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. હાલમાં જ દિયા માલદિવ્સમાં હનિમૂન મનાવીને પરત ફરી છે. માલદિવ્સમાં દિયા સાવકી દીકરી સાથે જોવા મળી હતી.

    દિયાએ સનસેટ બતાવતી તસવીર શૅર કરી છે. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, 'ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાના ફૂલ ખિલવાની. મારા ગર્ભમાં તમામ સપનાઓથી શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.'

    વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. વાસ્તવમાં દિયા, વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે.

    દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140