જૂહી ચાવલાની ડાયમંડ ઈયરરિંગ્સ મુંબઈ એરપોર્ટ પરથી ગુમ, એક્ટ્રેસે શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 12:23:06
  • Views : 377
  • Modified Date : 2020-12-14 12:26:07

    ઉલ્લેખનીય છે કે જૂહી ચાવલાએ મુંબઈ એરપોર્ટના અધિકારીઓ પર ખરાબ સર્વિસનો આક્ષેપ મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જૂહી ચાવલાએ સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ખરાબ વ્યવસ્થાને કારણે પેસેન્જર્સે લાંબો સમય રાહ જોવી પડે છે. એક ઈન્ટરવ્યૂમાં જૂહી ચાવલાએ કહ્યું હતું કે તે પોતે એક ખેડૂત છે. મહારાષ્ટ્રના વડામાં તેની 20 એકર જમીન છે અને તેમાં તે ખેતી કરે છે. પહેલાં તેના પિતા અહીંયા ખેતી કરતા હતાં, પરંતુ તેમના અવસાન બાદ તે જ આ બધું સંભાળે છે. શરૂઆતમાં તેને કંઈ જ ખબર નહોતી પડતી પરંતુ છેલ્લાં 9 વર્ષથી તે ફાર્મિંગ કરે છે. કેરીના 200 ઝાડ છે. આ સિવાય ચીકુ, પપૈયું, દાડમ સહિત વિવિધ ફ્રૂટ્સના છોડ પણ છે. ઓર્ગેનિક ફળો સિવાય જૂહી અન્ય એક ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડે છે. આ જગ્યા માંડવામાં છે. આ ફાર્મ હાઉસ જૂહીએ ખરીદ્યું હતું. તેણે કહ્યું હતું કે તેની પાસે ઈન્વેસ્ટ કરવા માટે કેટલાંક રૂપિયા હતાં અને કોઈએ તેને જમીનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. અહીંયા તેણે 10 એકર જમીન ખરીદી અને તે શાકભાજી ઉગાડે છે. જૂહી ચાવલાએ કહ્યું હતું કે તેના પતિ જય મહેતાની મુંબઈમાં એક રેસ્ટોરાં છે અને ત્યાં તેના ખેતરમાં ઉગેલા શાકભાજીમાંથી જ વસ્તુઓ બનાવવામાં આવે છે. નોંધનીય છે કે જય મહેતા ગુજરાતી છે અને મહેતા ગ્રુપ પાસે 2800 કરોડથી વધુ સંપત્તિ છે.


    જૂહી ચાવલાની ડાયમંડની ઈયરરિંગ્સ મુંબઈ એરપોર્ટ પર ક્યાંક પડી ગઈ. સોશિયલ મીડિયામાં ઈયરરિંગ્સ શોધી આપનારને ઈનામ આપવાની વાત કહી છે.જૂહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સવારે (રવિવારે)' હું મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8 પર જતી હતી. એમીરેટ્સ કાઉન્ટર પર મેં ચેક-ઈન કર્યું, સિક્યોરિટી ચેક થઈ, પરંતુ આ દરમિયાન મારી ડાયમંડની બુટ્ટી ક્યાંક પડી ગઈ. જો કોઈ મારી મદદ કરે તો હું ઘણી જ ખુશ થઈશ. તમે પોલીસને માહિતી આપો, હું તમને ઈનામ આપીશ. આ મેચિંગ પીસ છે. હું છેલ્લાં 15 વર્ષથી આ પહેરું છું. પ્લીઝ, શોધવામાં મારી મદદ કરો.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121