જેપી નડ્ડાના કાફલા પર તૃણમૂલ સમર્થકોએ પથ્થર ફેંક્યા, કૈલાસ વિજયવર્ગીય ઘાયલ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 15:33:09
  • Views : 321
  • Modified Date : 2020-12-10 15:33:09

    પશ્વિમ બંગાળની મુલાકાત માટે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર ગુરુવારે તૃણમૂલના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. તે કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યાં હતા. પ્રદર્શનકારીઓએ રસ્તો રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નડ્ડાની સુરક્ષા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મમતા સરકાર પાસે રિપોર્ટ માંગશે.ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું કે, આ હુમલામાં તે ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો. નડ્ડાએ પણ કહ્યું કે, કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય ઘાયલ થયા છે.



Download Our B K News Today App



Related News