આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન જોન અબ્રાહમ ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:44:58
  • Views : 539
  • Modified Date : 2019-05-25 11:44:58

જોન અબ્રાહમ હાલ આગામી ફિલ્મ 'પાગલપંતી'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના એકશન દ્રશ્ય ભજવતી વખતે તે  ઇજા પામતા ડાકટરે તેને ૨૦ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. ફિલ્મના એકશન દ્રશ્યમાં એક ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે આ  જોન ઘાયલ થયો હતો તેના હાથમાં ઇજા થઇ હતી. ડાકટરે તેને ૨૦ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. ''ફિલ્મના નિર્માતા કુમાર મંગતે જણાવ્યુ હતુ કે, '' આ એક સિંપલ શૂટ હતો, પરંતુ ટાઇમિંગની ચૂકને કારણે આ દુર્ઘટના થઈ ગઇ. મુંબઇમાં ફિલ્મનું આ છેલ્લું  શેડયુલ હતું. જેને હવે અમારે ફરી શિડયુલ કરવો પડશે. આ પહેલા આ ફિલ્મનું શૂટિંગ ૯૦ ટકા પૂરું થઇ ગયું છે. એકઅઠવાડિયા પછી અમે ફિલ્મના શૂટિંગ અંગે નિર્ણય લેશું. અમને આશા છે કે, જૂન મહિનાના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પુરું થઇ જશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118