જોન અબ્રાહમ ફરી બાઇકના રવાડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:35:37
  • Views : 573
  • Modified Date : 2019-04-05 11:37:01

જોન અબ્રાહમની ઓળખ એક ઓકે અભિનેતા ઉપરાંત એક કુશળ અને વેગળા વિષયોવાળી ફિલ્મો બનાવતા ફિલ્મ નિર્માતા તરીકેની પણ છે. રસપ્રદ વાત તો એ છે કે તેની અભિનિત ફિલ્મો કરતાં ‘વિકી ડોનર’,‘મદ્રાસ કૅફે’ અને ‘પરમાણુઃ ધ પોખરન સ્ટોરી’ જેવી તેણે નિર્માણ કરેલી ફિલ્મો દર્શકોને વધુ યાદ રહી ગઇ છે. જોકે, ફિલ્મો જોવાના શોખીનો તેના અભિનયવાળી ‘ધૂમ’ ફિલ્મ નહીં ભૂલ્યા હોય. ૨૦૦૫માં આવેલી ફિલ્મ તેના ઍક્શન દૃશ્યો માટે યાદગાર બની ગઇ હતી. એમાંય મોટરબાઇકના જાનના સીન ટાક આૅફ ધ ટાઉન બન્યા હતા. એની બાઇક અને એ ચલાવવાની તેની સ્ટાઇલના લોકો ઘેલા થયા હતા અને ઘણાં લોકો એનું અનુકરણ કરવાની લાલચ નહોતા રોકી શક્યા. હવે લગભગ દોઢ દાયકા પછી હવે એ ફરી બાઇકસવાર તરીકે ફિલ્મમાં જોવા મળશે. રેન્સિલ ડિસિલ્વાની આગામી ફિલ્મમાં જાન બાઇકસવાર તરીકે ફરી એક વાર દર્શકોને રોમાંચિત કરશે. મોટર સાઇકલની આસપાસ વીંટળાયેલી કથા ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ જુલાઇ મહિનામાં શરૂ થવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ વિશે ઉત્સાહથી બોલતા મિસ્ટર અબ્રાહમે જણાવ્યું હતું કે ‘મારો બાઇક શોખ અને એ માટેની પ્રીતિ જાણીતા છે. ફરી એક વાર મને રૂપેરી પડદા પર આ વાહન ચલાવવાનો મોકો મળશે એનાથી હું રોમાંચિત થઇ ગયો છું. ફિલ્મની સ્ટોરી પણ મને ખૂબ ગમી છે.’



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119