જોધપુરના 75 વર્ષીય રાણારામે છેલ્લા 50 વર્ષમાં 27 હજાર વૃક્ષ વાવ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:28:18
  • Views : 475
  • Modified Date : 2019-10-06 17:28:18

પર્યાવરણ પ્રદૂષણને લઈને દુનિયાભરના દેશો ચિંતિત છે. દેશમાં ઘણા લોકો મોટા પોસ્ટર એન સભા યોજીને વૃક્ષ ઉગાડવાનો ઢંઢેરો કરતા હોય છે. તો બીજી તરફ વૃક્ષ વાવવાના ખોટા વાયદા પણ થતા હોય છે. આ બધાની વચ્ચે જોધપુરના રહેવાસી જાહેરાત કર્યા વગર છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈ જોધપુરમાં લોકો 'ટ્રી મેન' તરીકે ઓળખે છે.50 વર્ષમાં રાણારામે 27 હજારથી પણ વધારે વૃક્ષ વાવ્યા છે. માત્ર છોડ રોપી દેવાથી જ તેમનું કામ પૂરું થઈ જતું નથી પણ તેઓ તેનું જતન પણ કરે છે. આ ઉંમરમાં પણ તેઓ રોજ 3 કિલોમીટર ચાલે છે અને તેમના મિત્રના ટ્યુબવેલમાંથી દરેક વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમણે અનેક પ્રજાતિના વૃક્ષ વાવ્યા છે.75 વર્ષના રાણારામે કહ્યું કે, આ પૃથ્વી પર આપણે આવ્યા તે પહેલાં અહીં વૃક્ષોની સંખ્યા વધારે હતી. આ પૃથ્વી પર તેમનો હક્ક આપણા કરતાં પણ વધારે છે. જો આપણે પૃથ્વીને આ વૃક્ષો પાછા આપી શકતા ન હોય તો તેનો નાશ પણ ન કરવો જોઈએ.રાણારામના આ કામ અંગે IFS પ્રવીણ કાસવાને પણ ટ્વીટ કર્યું છે. પોતાની ઉંમરને નજરઅંદાજ કરીને આવનારા સમયમાં પણ રાણરામ બિશ્નોઈ હજુ વધારે વૃક્ષ વાવવા માટે તૈયાર છે. એટલા વૃક્ષ વાવીને તેમનું મિશન પૂરું નથી થયું તેઓ જીવશે ત્યાં સુધી વૃક્ષ વાવવાનું અને તેનું જતન કરવાનું ચાલુ રાખશે.


Download Our B K News Today App



Related News