Jio 5 સપ્ટેમ્બરથી શરૂ કરશે બ્રોડબેન્ડ સર્વિસ, 700 રૂપિયાના પ્લાનમાં મળશે અનલિમિટેડ ફ્રી કોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-13 14:49:44
  • Views : 746
  • Modified Date : 2019-08-13 14:49:44

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 42મી વાર્ષિક સામાન્ય સભા મળી. જેમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાયબરની પણ જાહેરાત કરી. બ્રોડબેન્ડ સર્વિસની દુનિયામાં Reliance Jio GigaFiberની એન્ટ્રીથી ઇન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવી શકે છે. કંપની છેલ્લા થોડાક મહિનાથી દેશના કેટલાક શહેરોમાં ગીગાફાઇબર નું ટેસ્ટિંગ કરી રહીં છે. 5 સપ્ટેમ્બરના રોજ તેનું લોન્ચિંગ થશે જેમાં દર મહિને 700 રૂપિયાની કિંમતમાં આ બ્રોડબેન્સ સેવાનો લાભ મળશે.

Jio GigaFiber માં 1 જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ અને 100 એમબીપીએસ સુધી અપલોડ સ્પીડ મળશે. આ સાથે જ ગીગા ફાઇબર સેટ ટોપ બોક્સ પણ મળશે. આ એક ફાઇબર ટૂ હોમ બ્રોડબેન્ડ છે. Reliance Jio GigaFiberના કારણે હાલના બ્રોડબેન્ડ સુવિધા પુરી પાડતી કંપની સાથે સીધી હરીફાઇ થશે.

JiO GigaFiber હાલ દેશના 1100 શહેરોમાં શરૂ થશે. સાથે જ JiO GigaFiberના યુઝર્સને UHD એન્ટરટેનમેન્ટ, મલ્ટી પાર્ટી વિડિયો કોન્ફરન્સ જેવી સુવિધા મળશે. આ સાથે જ તમે લીવિંગ રૂમમાં  ટીવી સ્ક્રીન પર UHD એન્ટરટેનમેન્ટ અને વિડિયો કોન્ફરન્સ કરી શકશે. તેમાં તમને વોયસ એક્ટિવેટેડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મળશે જે તમારી દરેક વાત માનશે. આ ઉપરાંત તમે વર્ચ્યુલ રિયાલિટી ગેમિંગ, ડિઝીટલ શોપિંગ જેવી ચીજોની મજા પણ માણી શકશે.

Download Our B K News Today App



Related News