જ્હોન અબ્રાહમ-અનિલ કપૂરની ફિલ્મ ‘પાગલપંતી’નું ટ્રેલર રિલીઝ, હાસ્યથી ભરપૂર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 16:58:12
  • Views : 554
  • Modified Date : 2019-10-22 16:58:12

જ્હોન અબ્રાહમ તથા અનિલ કપૂરની ‘પાગલપંતી’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં ઘણી જ કોમેડી જોવા મળી છે. જ્હોન-અનિલ ઉપરાંત ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, ક્રિતી ખરબંદા, સૌરભ શુક્લા, ઉર્વશી રાઉતેલા અને પુલકિત સમ્રાટ સામેલ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠક પ્રોડ્યૂસ કરી છે.ફિલ્મમાં જ્હોન અબ્રાહમ રાજ કિશોરેના રોલમાં, અનિલ કપૂર વાઇફાઇભાઈના રોલમાં, અરશદ વારસી જંકીના રોલમાં, પુલકિત શર્મા ચંદુના રોલમાં અને સૌરભ શુક્લા રાજાસાહેબના રોલમાં છે. જ્યારે ઇલિયાના ડિક્રુઝ સંજનાના રોલમાં, કીર્તિ ખરબંદા જાહન્વીના રોલમાં અને ઉર્વશી રાઉતેલા કાવ્યાના રોલમાં છે.ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે. અગાઉ ફિલ્મની રિલીઝ ડેટને લઈને ઘણો ડ્રામા થયો હતો. આ પહેલાં ‘મરજાવાં’ ફિલ્મને સોલો રિલીઝ મળે તે માટે જ્હોન અબ્રાહમે તેની ફિલ્મ ‘પાગલપંતી’ની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો હતો. આ ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121