જાપાન ફાઉન્ડેશનનું ડેલિગેશન સ્કૂલમાં 1300 બાળકોને જાપાની ભાષા શીખવી રહ્યું છે​​​​​​​

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 14:30:57
  • Views : 431
  • Modified Date : 2019-09-21 14:30:57

પુણામાં સીતાનગર ચોક સ્થિત અર્પણ વિદ્યા સંકુલમાં જાપાનીઝ ડેલિગેશને વિદ્યાર્થીઓને જાપાનીઝ ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. જાપાન સરકારના જાપાન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા ‘ચલો જાપાન’ કાર્યક્રમ અંતર્ગત ભારતની કેટલીક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી જાપાનીઝ ભાષા શીખવવામાં આવી રહી છે.ગુજરાતમાંથી સુરતની સ્કૂલની પસંદગી ભારતભરમાં માત્ર ત્રણ સ્કૂલો પસંદ કરવામાં આવી છે જેમાં ગુજરાતની એકમાત્ર સ્કૂલ પુણાની અર્પણ વિદ્યા સંકુલ છે. આ સ્કૂલમાં એક વર્ષથી પ્રાથમિક વિભાગના બાળકોને અંગ્રેજીની સાથે જાપાનની ભાષા શીખવવામાં આવી રહી છે. મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો, આપણી, અંગ્રેજી તેમજ જાપાનીઝ ભાષાનો સમન્વય કેવી રીતે થાય છે? કેવી રીતે અન્ય ભાષાઓ શીખી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે. અર્પણ સ્કૂલમાં આજે નાના બાળકો પણ જાપાનીઝ ભાષામાં વાતો કરતા જોવા મળે છે.વર્ષથી કાર્યક્રમ ચાલે છે. એક વર્ષથી ચાલતા કાર્યક્રમ અંતર્ગત આવેલા ડેલિગેશને સવારે બાળકોની સાથે વાતો કરી હતી. ચર્ચાનો મુખ્ય વિષય જાપાનીઝ કલ્ચર, મોટીવેશન તેમજ સ્કીલ બેજ શિક્ષણ આ ત્રણ મુદ્દા પર પુણા ગામ પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલા સેમિનારમાં માર્ગદર્શન આપ્યું હતું. જાપાન દ્વારા તમારું કેરિયર કેવી રીતે બની શકે અને જાપાનમાં જઈને વ્યવસાય કરવામાં જાપાનીઝ ભાષાનું કેટલું મહત્વ છે વગેરે બાબતો બાળકોને સમજાવાઇ હતી.ટ્રેનિંગ અપાય છે. જાપાનથી આવેલા એનીટો મેમ તથા જેનીકે જાપાનીઝ ભાષામાં બાળકોને સંબોધન કર્યું હતું. તેમની સાથે દિલ્હીથી આવેલા ભારતીય મૂળના અવંતિકા વર્માએ બાળકોને જાપાનીઝ ભાષા ટ્રાન્સલેશન કરી ને હિન્દીમાં સમજાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ‘ચલો જાપાન’ કાર્યક્રમ અંતર્ગત જાપાની સરકાર વધારેમાં વધારે લોકો જાપાનમાં વ્યવસાય કરવા માટે પ્રેરાય તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. મહત્તમ રીતે લોકો જાપાનની ભાષા શીખે અને જાપાન સાથે જોડાઈ માત્ર જાપાન કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ દેશોમાં ધંધો વ્યવસાય કરી શકે તે માટે અમારી સંસ્થા સંપૂર્ણ ટ્રેનિંગ આપે છે.જાપાન જવા પ્રેરણા અપાય છે. જાપાન જવા માટે કોઈપણ વ્યક્તિ પ્રેરાય ત્યારે તેને જાપાનીઝ કલ્ચર, જાપાનીઝ ભાષા અને જાપાની રીત-રિવાજોથી પરિચિત થાય તેવો અમારો હેતુ છે. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલ જે વિસ્તારમાં આવેલી છે તે એકદમ મધ્યમવર્ગીય પરિવારોની વસતીવાળો વિસ્તાર છે પરંતુ બાળકો ખૂબ જ ચીવટથી જાપાનીઝ ભાષા શીખતા જોવા મળે છે. શાળામાં જાપાનીઝ ભાષા શીખવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. મધ્યમ વર્ગીય પરિવારના બાળકો અમારી શાળામાં ભણી સ્કીલ બેઝ શિક્ષણ લઇ શકે અને જાપાન સુધી પહોંચી શકે એવો અમારો પ્રયાસ છે.સ્કૂલનો ધ્યેય બાળકોની સ્કીલ ડેવલપ કરવાનો છે.અમારી શાળામાં એકાદ વર્ષથી જાપાનીઝ ભાષા શીખવવામાં આવે છે. નાના બાળકો ગુજરાતીની જેમ જ જાપાનની ભાષા પણ શીખી રહ્યા છે.અમારો મૂળ હેતુ શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નહિ પરંતુ સ્કીલ બેજ શિક્ષણ આપવાનો છે. તેથી અમે બાળકમાં રહેલી સ્કીલને વધારેમાં વધારે ડેવલપ કેવી રીતે કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.- પ્રકાશ લહેરી, સંચાલક.જાપાનની સ્કૂલમાં ટીચર બનવું છે.અત્યારે અમે જાપાનની ભાષા શીખી રહ્યા છીએ અમારે મોટા થઈને જાપાન જવું છે. જાપાન જઈ ત્યાંની સ્કૂલમાં ટીચર બનવું છે. અત્યારે આપણા ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓ અને વ્યવહારીક શબ્દો અમે જાપાની ભાષામાં બોલીએ છીએ.- ભક્તિ ગોધાણી, વિદ્યાર્થીની ધો.-3.

Download Our B K News Today App



Related News