જાહન્વી કપૂરે અસિસ્ટન્ટની દીકરીને તેડીને રમાડી, ફેમિલી સાથે ફોટો પડાવ્યાં, યુઝર્સે કહ્યું, ‘શ્રીદેવીએ સારો ઉછેર કર્યો છે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:44:00
  • Views : 355
  • Modified Date : 2021-03-09 16:44:00

    સોમવાર રાતે જાહન્વી કપૂર સ્ટારર ફિલ્મ રુહીનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ અવસરે એક્ટ્રેસે તેના અસિસ્ટન્ટ અઝિમ અને તેની ફેમિલીને પણ આમંત્રણ આપ્યું હતું. સ્ક્રીનિંગ સમયના અમુક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. જેમાં જાહન્વી આસિસ્ટન્ટ અઝીમની નાનકડી દીકરીને તેડી રમાડી રહી છે. જાહન્વી તેની ફેમિલી સાથે ફોટો પણ પડાવ્યા હતા. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.

    એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, ‘જાહન્વી સૌથી વિનમ્ર સ્ટાર કિડ છે. જુઓ, તેણે કેવી રીતે બેબી તેડ્યું છે અને તેની સાથે વિનમ્રતાથી વાત કરી રહી છે. શ્રીદેવીએ ઘણો સારો ઉછેર કર્યો છે.’અન્ય એક યુઝરે લખ્યું, તેનું દિલ કેટલું સાફ છે. મને અફસોસ છે કે મેં તેને ખોટો સમજી. જાહન્વી હું તારી ફેન ગર્લ બની ગઈ છું. બીજા યુઝરે લખ્યું, આ છોકરી ઘણી વિનમ્ર અને જમીન સાથે જોડાયેલી છે. અન્ય યુઝરે કમેન્ટ કરી, તે સુપરસ્ટાર શ્રીદેવી જેવી જ પ્રેમાળ છે.હાર્દિક મેહતાના ડિરેક્શનમાં બનેલી ‘રૂહી’ ફિલ્મ ગુરુવાર(11 માર્ચે) થિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જાહન્વી કપૂર ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ લીડ રોલમાં છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. ફિલ્મનાં પ્રોડ્યુસર દિનેશ વિજન છે. તેમણે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ‘સ્ત્રી’ ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138