સૌથી મોટા જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ થયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:46:13
  • Views : 494
  • Modified Date : 2019-04-14 07:46:13

અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણરીતે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયેલા લોકો પર આજના દિવસે જ અંધાઘુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડને આજ સુધીના સૌથી મોટા નરસંહાર તરીકે ગણવામાં આવે છે. આ ઘટનાની યાદ તાજી જ્યારે થાય છે ત્યારે તમામ લોકો હચમચી ઉઠે છે. જલિયાવાલા બાગમાં વિરોધ પ્રદર્શન કરવા માટે હજારો લોકો એકત્રિત થયા હતા. પરંતુ આ લોકો પર જનરલ  ડાયરે ગોળીબાર કરવાનો આદેશ જારી કર્યોહતો. આ જ દિવસે જારદાર ખુની હોળી થઇ ગઇ હતી. આ ઘટનાને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જા કે આ ઘટના ક્યારેય દેશના લોકો ભુલી શકશે નહીં. હત્યાકાંડ બાદ બ્રિગેડિયર ડાયરને હન્ટર કમીશને કેટલાક પ્રશ્નો કર્યા હતા. જેમાં કેટલાક વૈધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ ભીષણ નરસંહાર થયા બાદ રવિન્દ્રનાથ ટાગોરે અગ્રેજી સરકાર પાસેથી પ્રાપ્ત નાઇટહુડ સન્માનને પરત આપી દેવાનો નિર્ણય કર્યો હતો. આ સન્માન તેમને ૧૯૧૫માં આપવામાં આવ્યુ હતુ. ૩૧મી મે ૧૯૧૯ના દિવસે વાયસરાયને લખવામાં આવેલા પત્રમાં ટાગોરે લખ્યુ હતુ કે આ સન્માન અમારા માટે એક શરમજનક બાબત બની ગઇ છે. તેઓ પોતાના હિસ્સા તરીકે હવે દેશના લોકો સાથે ઉભા રહેવા માટે ઇચ્છુક છે. ૧૦૦ વર્ષ પ્પહેલા આજના દિવસે જ જલિયાવાલા બાગને બ્રિટીશ સેનાએ ખુની રવિવાર બનાવી દીધો હતો. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ કૃત્યને રાક્ષસી કૃત્ય તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. જા કે બ્રિટીશ સરકારે આજ સુધી આ નરસંહાર માટે માફી માગી ચુકી નથી. માફી માંગવા માટેની માંગ માત્ર ભારતીય લોકો દ્વારા જ નહીં બલ્કે બ્રિટનના સાંસદ અને પાકિસ્તાને પણ માફી માંગવાની માંગણી કરી છે. બ્રિટનને માફી માંગવામાં પરેશાની શુ છે તેને લઇને પણ ચર્ચા નિષ્ણાંતોમાં રહી છે. 

 

Download Our B K News Today App



Related News