ભારે વરસાદ વચ્ચે રેડ એલર્ટની જાહેરાત, બે મોત, ત્રણ લાપતા મુંબઇમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સર્જાયેલ સ્થતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:45:06
  • Views : 489
  • Modified Date : 2019-08-04 11:45:06

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પણ ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે,. શુક્રવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે શનિવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સવારમાં મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતિ રહી હતી. હવામાન વિભાગે ચેતવમી આપતા કહ્યુ છે કે હજુ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે પણ મુંબઇમાં ભારે વરસાદ જારી રહેનાર છે. આવતીકાલ સુધી તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે ૪-૫ ઓગષ્ટના દિવસે ભારે વરસાદ થનાર છે. ભારે વરસાદ વચ્ચે પાલઘરમાં ક્લેકટર દ્વારા તમામ સ્કુલ અને કોલેજમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. થાણે વેસ્ટમાં જુદા જુદા વિસ્તારમાં સવનારે
જળબંબાકારની Âસ્થતિ રહી હતી. કાંદિવલીમાં પણ પાણી ભરાઇ ગયા છે. સમગ્ર રાત્રી ગાળા દરમિયાન થયેલા વરસાદના કારણે મલાડમાં પાણી પાણીની Âસ્થતિ સર્જાઇ છે. સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવાને અસર થઇ છે. મુંબઇ-ગોવા હાઇવે પર ટ્રાફિક જામની Âસ્થતિ સર્જાઇ ગઇ છે. ભારે વરસાદના કારણે જાગેશ્વરીમાં વેસ્ટર્ન હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે
જનજીવન ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ હવે હવે ભારે વરસાદ થઇ રહ્યો છે.  શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનની સાથે વરસાદ પડતા વિજિબિલિટી ઘટી ગઇ હતી. જેના કારણે લોકલ ટ્રેન સેવા પર અસર થઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે. હવામાન વિભાગે મુંબઇ અને
આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જા કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા Âટ્‌વટ કરીને કહેવામાં આવ્યુ  છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News