વિક્કી કૌશલને પહોંચી ઇજા, જડબું ફ્રેક્ચર થતાં આવ્યા 13 ટાંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 06:31:19
  • Views : 507
  • Modified Date : 2019-04-20 06:31:19

ગુજરાતી: સંજુ અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી સફળ ફિલ્મ્સ આપનાર અભિનેતા વિક્કી કૌશલ તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. વિક્કી કૌશલે તેની આગામી હોરર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, પરંતુ આ દરમિયાન તેને ઇજા પહોંચી છે.વિક્કી કૌશલ ગુજરાતમાં હતો અને ભાનુ પ્રતાપ સિંહની અનટાઇટલ્ડ હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને જડબામાં ઇજા પહોંચી હતી. તેને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે જણાવ્યું હતું કે તેને જડબામાં ફ્રેક્ચર છે. વિક્કીને 13 ટાંકા આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે, વિક્કી રાત્રે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે ગુજરાતના એક શોપિંગ યાર્ડમાં શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. ફિલ્મની ટીમે અહીં પાંચ દિવસ શૂટિંગ કર્યું. આ પહેલાં મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતુંઆ હોરર ફિલ્મનું નિર્માણ કરન જોહર કરી રહ્યો છે. જ્યારે આ ફિલ્મ સાથે ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ ડેબ્યુ કરી રહ્યાં છે. જ્યારે વિક્કી કૌશલ સાથે ફિલ્મમાં ભૂમિ પેડનેકર જોવા મળશે. ફિલ્મની કહાની એક તટ પર નકામા પડેલા જહાજની છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139