સમગ્ર કેસમાં 200 કરોડની છેતરપિંડીનો છે પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિ સાથે લડી પડી જેક્લીન.

  • Published By :
  • Published Date : 2022-09-15 13:03:23
  • Views : 331
  • Modified Date : 2022-09-15 13:15:42

   કરોડપતિ ઠગ સુકેશચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રુપીયાનાં મનીલોન્ડરિંગ મામલામાં પૂછપરછ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ અને પિંકી ઈરાની વચ્ચે તીખો ઝઘડો થઈ ગયો. પોલીસ અનુસાર, મુંબઈની રહેવાસી પિંકી ઈરાની સુકેશ ચંદ્રશેખરની મિત્ર હતી, જેણે જેક્લીન સાથે તેની મુલાકાત કરાવી હતી. બંનેને પોલીસની આર્થિક ગુના શાખામાં તપાસ માટે અને એજન્સી સામે પોતાના નિવેદનો દાખલ કરાવવા માટે બોલાવવામાં આવી હતી. જેક્લીન સાથે 8  કલાક સુધી પૂછપરછ ચાલી હતી. બુધવારે જ્યારે ઈઓડબ્લ્યુ દ્વારા જેકલીન અને પિંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે બંનેનો સામનો થયો હતો. બંનેને સુકેશ ચંદ્રશેખર વિશે સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ બધા જ દોષનો ટોપલો એકબીજા પર નાખવાનું શરૂ કરી દીધું હતું. લગભગ સમગ્ર પૂછપરછ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ત્યાં હાજર દિલ્હી પોલીસના અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જેક્લીનને ત્રીજી વખત પૂછપરછ માટે ઇઓડબ્લ્યુ દ્વારા બોલાવવામાં આવી હતી.જેકલીન બુધવારે સવારે લગભગ 11.30 વાગ્યે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પાછળથી દરવાજાથીપ્રવેશ કરી હતી. જેકલીન પહેલા આ જ કેસમાં જામીન પર રહેલી પિન્કી ઈરાની ઈઓડબ્લ્યુ ઓફિસ પહોંચી હતી. ખરેખર, સુકેશ ચંદ્રશેખરની નિકટ કહેવાતા પિન્કી ઇરાની જૅકલીન અને સુકેશ સહિત તમામ અભિનેત્રીઓ વચ્ચે કડી હતી. આરોપ છે કે પિંકી ઈરાનીએ સુકેશને સુકેશના કહેવા પર જેકલીન અને નોરા ફતેહી સાથે વાત કરાવી હતી, મિત્રતા બાદ પિંકી ઈરાની સુકેશ ચંદ્રશેખરના કહેવા પર જેકલીન ફર્નાન્ડિસને કરોડો રૂપિયાની ગિફ્ટ પહોંચાડતી હતી. નોરા ફતેહીની થશે પૂછપરછ.

   સૂત્રોનું માનીએ તો પિન્કી ઈરાની અને જૈકલીનની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી. ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા જેમ કે જેકલીન સુકેશના સંપર્કમાં કેવી રીતે આવી? સુકેશના કહેવા પર પિંકી ઈરાનીએ જેક્લીનને આપેલી ભેટો માટે કોણે પૈસા ચૂકવ્યા? પિન્કી સુકેશ સાથે કેવી રીતે સંપર્કમાં આવી? શું જેકલીનને ખબર હતી કે સુકેશે જેકલીનને જે ગિફ્ટ મોકલી છે તે છેતરપિંડીથી કમાયેલી રકમમાંથી આપવામાં આવી છે? આ સિવાય 50થી વધુ સવાલ જેક્લીન અને પિન્કીને પૂછવામાં આવ્યા હતા, પરંતુ ઘણા સવાલોના જવાબ આપવા માટે ઈઓડબ્લ્યુ ટૂંક સમયમાં જેકલીનને ફરીથી પૂછપરછ માટે બોલાવશે. ગુરુવારે ઇઓડબ્લ્યુ હવે આ કેસમાં સવારે 11 વાગ્યે નોરા ફતેહીની પૂછપરછ કરશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139