હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવો મુંબઈ ઈન્ડિયન્સને પડશે ભારે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-28 16:48:47
  • Views : 105
  • Modified Date : 2023-11-28 16:48:47

મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો હેઠળ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈએ આ ખેલાડીને 2022માં છોડ્યો હતો અને ત્યાર બાદ હાર્દિક ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો હતો અને 2022માં તેણે પોતાની ટીમને આઈપીએલ પણ જીતાડ્યો હતો. IPL 2023માં પણ તેણે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી હતી. આ પછી, હાર્દિક પંડ્યાનું કદ ઘણું વધી ગયું છે અને આ જ કારણ છે કે મુંબઈએ તેને ફરી એકવાર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.મુંબઈએ હાર્દિકને પોતાની ટીમમાં લાવવા માટે મોટી રકમ ચૂકવી છે. સ્વાભાવિક છે કે, મુંબઈએ આ ખેલાડીની કિંમતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હશે, પરંતુ તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવાથી મુંબઈ ઈન્ડિયન્સને પણ નુકસાન થઈ શકે છે. હાર્દિક મેચ વિનર છે તેમાં કોઈ શંકા નથી. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર છે. પરંતુ આ ખેલાડીમાં કેટલીક ખામીઓ પણ છે જેના કારણે મુંબઈને નુકસાન થઈ શકે છે.હાર્દિક પંડ્યાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ ખેલાડી સંપૂર્ણપણે ફિટ નથી. તેનું શરીર ઈજાગ્રસ્ત છે. આનો અર્થ એ થયો કે તેને સતત ઈજાનું જોખમ રહેલું છે અને તેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં જ વર્લ્ડ કપની ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પછી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની ગેરહાજરીની ટીમના સંતુલન પર નોંધપાત્ર અસર પડી હતી.એવા પણ અહેવાલ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે. જોકે, હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે રોહિત બાદ પંડ્યાને મુંબઈનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. અગાઉ આ રેસમાં માત્ર બુમરાહ જ દેખાતો હતો.

Download Our B K News Today App



Related News