નવી ઊંચાઈઓ સ્પર્શી રહેલું ઇસરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:09:28
  • Views : 499
  • Modified Date : 2019-04-04 11:09:28


પાંચ દિવસ પહેલાં રક્ષા અનુસંધાનમાં એક ગૌરવમય ઉપલબ્ધિ બાદ ઇસરોએ વધુ એક કીર્તિમાન રચ્યો. ઇસરોના ધ્રુવીય રોકેટ
પીએસએલવી-સી૪૫એ પહેલી વાર વિભિન્ન પેલોડને ત્રણ વિભિન્ન કક્ષાઓમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા. આ રોકેટે ભારતીય ઉપગ્રહ ‘એમિસેટ’ને ૭૪૯ કિમીની ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કર્યો. તે ભારતનો પહેલો ઉપગ્રહ છે જે સેના માટે અંતરિક્ષથી દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે. આ ઉપગ્રહને ‘ઇસરો’ના અધ્યક્ષ કે.સિવને ‘આકાશમાં સેનાની આંખ’ની સંજ્ઞા આપી છે. આ મિશનનો સૌથી ઉલ્લેખનીય પક્ષ એ છે કે ઇસરોના ઇતિહાસમાં આ સૌથી લાંબી ઉડાન છે જે ત્રણ કલાકમાં સમાપ્ત થઈ. ઉપગ્રહ એમિસેટને તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યા બાદ ધ્રુવીય રોકેટના ચોથા ચરણના એન્જિનને બંધ કરી દેવાયું . એક કલાક બાદ તેની મોટરને ફરીથી પ્રજ્વલિત કરવામાં આવી. ત્યારબાદ તેણે ચાર દેશોના ૨૮ લઘુ ઉપગ્રહોને ૫૦૪ કિમીની નિમ્ન કક્ષામાં સ્થાપિત કર્યર. તેમાં અમેરિકા, સ્વિટ્‌ઝરલેન્ડ એ લિથુઆનિયા જેવા દેશોના ઉપગ્રહ છે. ખાસ વાત એ છે કે આ તમામ કામ માત્ર પાંચ મિનીટમાં સંપન્ન થઈ ગયું. સામાન્ય પ્રક્રિયા એ છે કે રોકેટનું ચોથું ચરણ પણ બળીને નષ્ટ થઈ જાયછે, પરંતુ આ વખતે આ ચરણને કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો માટે પ્રયુક્ત કરાઈ રહ્યું છે. આ ત્રીજો અવસર છે કે આપણે પીએસએલવીના ચોથા ચરણને અંતરિક્ષ સંબંધી પરીક્ષણો માટે ઉપયોગ કરી રહ્યા છીએ. આગામી છ મહિના સુધી આ ચોથું ચરણ અંતરિક્ષ આધારિત પ્રયોગો માટે દેશને પોતાની સેવાઓ પ્રદાન કરતું રહેશે. ઇસરોએ આ પ્રક્ષેપણમાં વધુ એક કીર્તિમાન બનાવ્યો. આ ઉડાનમાં ધ્રુવીય રોકેટનું નવું સંસ્કરણ વપરાયું જે ઇલેક્ટ્રોનિક બુદ્ઘિથી સંપન્ન છે. તેને પીએસએલવી-ક્યુએલ નામ આપવામાં આવ્યું છે. હવે ધ્રુવીય રોકેટનાં ત્રણ મોડેલ આપણી પાસે છે જે અનુક્રમે સ્ટાન્ડર્ડ મોડલ, કોર એલોન અને એક્સ-એલ (એક્સ્ટ્રા લાર્જ) કહેવાય છે, પરંતુ પહેલી વખત ઇસરોએ ધ્રુવીય રોકેટના પ્રથમ ચરણની સાથે ચાર સ્ટ્રેપઓન મોટરોનો ઉપયોગ કર્યો છે. આ ઉડાન સાથે ઇસરોએ વધુ એક માઇલસ્ટોન અર્જિત કર્યો છે.
આપણું ધ્રુવીય રોકેટ પોતાના ચોથા ચરણની સાથે જે પ્રયોગ કરશે તેમાં પહેલો પ્રયોગ ઇન્ડિયન ઈન્સ્ટટ્યિૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ટ ટેક્નોલોજીનો છે જે આયન મંડળનું અધ્યયન કરશે. એ પણ પહેલી વાર સંભવ થયું કે આ સંસ્થાએ પોતાનો પેલોડ અંતરિક્ષમાં મોકલ્યો. તેથી આપણે જોઇએ છીએ કે ભારત હવે અંતરિક્ષ અને રક્ષા અનુસંધાનમાં મહારથ હાંસલ કરી ચૂક્યું છે. ભારતે જે અપ્રતિમ ઉપલબ્ધિઓ મેળવી છે તેનાથી ભારતનું ગૌરવ જ નથી વધ્યું, પણ તેણે વિકસિત દેશો સમક્ષ એક નવું ઉદાહરણ રજૂ કર્યુ છે. એવું જ ઉદાહરણ ૨૭ માર્ચે મળ્યું હતું જ્યારે એ-સેટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અસલમાં જ્યારે કોઈ ઉપગ્રહ બેકાર થઈ જાય છે કે તેની સોલર પેનલ કામ કરવાનું બંધ કરી દે છે તો તેની કક્ષા અનુક્રમે નાની થવા લાગે છે. એવામાં તે જેમ-જેમપૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરવા લાગે છે તો પૃથ્વીના વધતા ગુરુત્વાકર્ષણ અને વાયુમંડળના ઘર્ષણને કારણે બળીને નષ્ટ થઈ જાય છે. પરંતુ તેનાથી એક ખતરો પણ પેદા થઈ જાય છે. અસલમાં તેમાં ભરેલા રાસાયણિક પદાર્થો અત્યંત ઘાતક હોય છે જે મનુષ્ય સહિત અન્ય જીવધારીઓના સ્વાસ્થ્ય માટે સંકટ પેદા કરે છે. આ સમસ્યાના નિદાન માટે હાલનાં વર્ષોમાં કેટલાક રાષ્ટ્રોએ એન્ટી-સેટેલાઇટ મિસાઇલોનો વિકાસ કર્યો છે. તેના દ્વારા તેમણે ધરતી તરફ આવી રહેલા આવા ઉપગ્રહોને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા છે. આ આપણા માટે ગૌરવની ક્ષણ છે કે ભારતે પહેલા જ પ્રયાસમાં એવી સફળતા પ્રાપ્ત કરી લીધી.
ભૂતકાળમાં અમેરિકા અને રશિયાએ પણ શીત યુદ્ઘ દરમ્યાન એવી ક્ષમતા મેળવી હતી. ચીને પણએવી ક્ષમતા ૨૦૦૭માં મેળવી હતી. અમેરિકી સ્ટાર વોર્સની તર્જ પર ભારતે પોતાનો આ કાર્યક્રમ ૨૦૦૮-૦૯માં જ શરૂ કરી દીધો હતો. જોકે અમેરિકા આ પ્રણાલીને આજ સુધી તૈનાત કરી શક્યું નથી. જ્યારે રોનાલ્ડ રીગને તેનો આરંભ કર્યો હતો તો પરીક્ષણ દરમ્યાન એક બેલિસ્ટિક મિસાઇલ ક્વાજાલીન અટાલ દક્ષિણ પ્રશાંતથી દાગવામાં આવી. ત્યાંથી ૭૭૦૦ કિલોમીટર દૂર વેંડનબર્ગ એરપોર્ટથી એક એન્ટી મિસાઇલે ઉડાન ભરી અને ધરતી પર પડતાં પહેલાં જ હવામાં તેને તોડી પાડી. આ પ્રણાલી તૈનાત થતાં પહેલાં જ એક મોટી ઘટના બની ગઈ. થયું એવું કે અમેરિકી શટલ ચેલેન્જરે ઉડાન ભરી અને ઉડાન ભરવાના થોડા સમય બાદ જ તેમાં આગ લાગી ગઈ. તેની સાથે તેમાં સવાર સાતેય અંતરિક્ષ યાત્રીઓ પણ બળીને રાખ થઈ ગયા. તેથી આ પ્રણાલીને અવિશ્વસનીય ગણાવીને રીગને નિરસ્ત કરી દીધી. આગળ જઈને બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તો તેમણે તેને સમાપ્ત કરવાનું એલાન કર્યુ, પરંતુ જતાં-જતાં તેમનો રાષ્ટ્રવાદ જોર મારવા લાગ્યો તો તેમણે તેને નેશનલ મિસાઇલ ડિફેન્સના નામે ફરીથી શરૂ કર્યુ, પરંતુ દુર્ભાગ્યે એક પરીક્ષણ દરમ્યાન ઉડનારી બેલિસ્ટિક
આભાર - નિહારીકા રવિયા  મિસાઇલનું બૂસ્ટર અલગ ન થયું અને તે ઊંધા મોંઢે સાગરમાં જઈ પડી. ફળસ્વરૂપે એન્ટી બેલિસ્ટિક મિસાઇલે વેંડનબર્ગ એરપોર્ટથી ઉડાન જ ન ભરી. ક્લિન્ટનને જ્યારે આ માહિતી મળી ત્યારે તેઓ એક યુનિવર્સિટીમાં છાત્રોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યાંથી જ તેમણે એ નિવેદન જારી કર્યું કે આ પ્રણાલી હજુ પરિપક્વ નથી થઈ તેથી હાલમાં આપણે તેને સ્થગિત કરી રહ્યા છીએ.
ભારતે પોતાની પ્રણાલીને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ (બીએમડીએસ) નામ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે શત્રુ તરફથી આવનારી મિસાઇલોને જમીન પર પડતાં પહેલાં તેમને આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવે, ભલે તે પરમાણુ બોમ્બથી સજ્જ કેમ ન હોય. ભારતની આ મિસાઇલ રોધી પ્રણાલીની બે શ્રેણીઓ છે.
પહેલી શ્રેણીમાં લક્ષ્ય ૨૦૦૦ કિલોમીટર સુધીના અંતરથી આવનારી મિસાઇલોને આકાશમાં ધ્વસ્ત કરવાનું છે અને બીજી શ્રેણીમાં એવી મિસાઇલોને નષ્ટ કરવાનું છે જે ૫૦૦૦ કિલોમીટરની દૂરીથી આવી રહી હોય. તે ઉપરાંત ભારતની
પ્રક્ષેપાસ્ત્ર રોધી પ્રણાલી દ્વિસ્તરીય છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઇલને ૫૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ તોડી પાડવામાં આવશે. જો કોઈ કારણસર એવું ન થઈ શક્યું તો તેને ૩૦ કિલોમીટરની ઊંચાઈ પર તોડી નાખવામાં આવે. ભારતની પ્રક્ષેપાસ્ત્ર રોધી પ્રણાલી દ્વિચરણીય છે અને અમેરિકી પ્રણાલી એક ચરણીય. તેમાં દુશ્મનની મિસાઇલને વાયુમંડળની બહાર જ નષ્ટ કરવાની હોય છે. આપણે કહી શકીએ છીએ કે ભારતીય પ્રક્ષેપાસ્ત્ર રોધી પ્રણાલી અમેરિકી પ્રણાલી કરતાં શ્રેષ્ઠ છે.



Download Our B K News Today App



Related News