ઈશા અંબાણીનો LOOK થયો સૌથી વધુ હીટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:50:54
  • Views : 636
  • Modified Date : 2019-05-08 12:50:54

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા. ઈશા ખુબ જ આકર્ષક ગાઉનમાં જોવા મળી. ગાલામાં ઈશાએ પ્રબળ ગુરંગે ડિઝાઈન કરેલો લિલૈક કલરનો ગાઉન પહેર્યો હતો. ગત વર્ષે મેટ ગાલામાં પ્રબલે જ અભિનેત્રી દીપિકા પાદૂકોણના લુકને સ્ટાઈલ આપી હતી. આ વર્ષે મેટ ગાલા થીમ 'કેમ્પ: નોટ્સ ઓન ફેશન'ને ધ્યાનમાં રાખતા ઈશાએ પ્લંજિન્ગ નેકલાઈનવાળો ગાઉન પહેર્યો હતો. જેના સ્કર્ટ પર ફેધર વર્ક કરાયું હતું.એક રાજકુમારી જેવા લુકમાં ઈશા જોવા મળી હતી. ઈશાએ લુકને ડાઈમન્ડ નેકપીસ અને ડ્રોપ ઈયરરિંગ્સ સાથે પૂરો કર્યો હતો. ડિઝાઈનરે ઈશાના આ ગાઉનમાં મેટ ગાલામાં એન્ટ્રી માર્યાના થોડા કલાકો પહેલા જ તેની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર દર્શાવી હતી. મેટ ગાલામાં આ વર્ષે કેમ્પ: નોટ્સ ઓન ફેશનની થીમ રાખવામાં આવી હતી. સોમવારે થયેલી આ ઈવેન્ટમાં દીપિકા પાદૂકોણ ઉપરાંત પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે અને ઈન્ડિયન ઓરિજન યુટ્યુબ સેન્સેશન લિલી સિંહ પણ પહોંચ્યા હતાં. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139