આઉટ છે ભાઈ...: હવે IPLમાં ગુજરાતીમાં સંભળાશે કૉમેન્ટ્રી, પૂર્વ RJ અને કોમેડિયન્સ સહિત જુઓ કોના-કોના નામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 12:54:30
  • Views : 399
  • Modified Date : 2022-03-26 12:54:30

IPLમાં નવું આકર્ષણ

7 પ્રાદેશિક ભાષામાં થશે કોમેન્ટ્રી

ગુજરાતીમાં પણ કોમેન્ટ્રી થશે

 

આ વખતે IPLમાં ગુજરાતીમાં સાંભળવા મળશે કોમેન્ટ્રી

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક એટલે ઇન્ડિયન પ્રિમીયર લીગ IPLને લોકપ્રિય બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ આ વખતે બ્રોડકાસ્ટર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને ક્રિકેટ કોમેન્ટ્રી માત્ર અંગ્રેજી અને હિન્દીમાં સાંભળવા મળતી હતી પરંતુ આ વખતે ક્રિકેટ કોમેન્ટ્રી 7 પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે. 7 પ્રાદેશિક ભાષામાં ગુજરાતીને પણ સ્થાન આપવામાં આવ્યું છે

 

આ સિઝનમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, સ્ટેન્ડ અપ કોમેડિયન, રેડિયો જોકી પણ કોમેન્ટ્રીમાં જોડાશે 

IPLના ગુજરાતી દર્શકો હવે ગુજરાતી કોમેન્ટ્રીની મજા માણી શકશે. આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયન દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રજૂ કરવામાં આવશે. ગુજરાતી  કોમેન્ટેટર્સમાં કરણ મહેતા, મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), ધ્વનિત ઠાકર (પૂર્વ પણ લોકપ્રિય RJ), આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે. ગુજરાતી માં કૉમેન્ટરી નો પ્રયોગ સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું..

હવે જોવું રહ્યું કે, IPLમાં ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રીનો પ્રયોગ સફળ કેવો રહેશે

મહત્વનું છે કે, આજથી  IPLનો થશે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે IPLની સિઝન ગુજરાત માટે ખાસ આકર્ષણ હશે કારણે આ વખતે IPLમાં 7 ભાષામાં થશે કોમેન્ટ્રી કરવામાં આવશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આ વખતે  IPLમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની  ગુજરાત ટાઇટન્સના નામ સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ગુજરાતના ક્રિકેટ રસીકોને આઈપીએલનો બેવડી મઝા એટકે ગુજરાતની પોતાની ટીમ અને ગુજરાતી ભાષા એમ બંને એક સાથે જોવા અને સાંભળવા મળશે  

 

 

Download Our B K News Today App



Related News