અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નન્ટ છે? ડૉક્ટર પાસે જતાં અટકળો વહેતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 12:56:17
  • Views : 285
  • Modified Date : 2022-06-16 12:56:17

સોમવાર, 13 જૂનના રોજ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા ને દીકરી વામિકા સાથે માલદિવ્સથી પરત ફર્યો હતો. માલદિવ્સથી પરત ફર્યાંના થોડાં જ કલાકો બાદ વિરાટ-અનુષ્કા હોસ્પિટલમાં ગયા હતા. અનુષ્કાને આ રીતે હોસ્પિટલ જતાં જ જોઈને એવી અટકળો થવા લાગી કે એક્ટ્રેસ સેકન્ડ ટાઇમ પ્રેગ્નન્ટ છે.

શું સાચે જ પ્રેગ્નન્ટ છે?
વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા કારમાં હોસ્પિટલમાંથી બહાર નીકળતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. બંને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ગયા હતા. વેકેશન મનાવીને પરત ફર્યાના ગણતરીના કલાકોમાં બંને હોસ્પિટલ જતાં એવી વાતો થવા લાગી કે એક્ટ્રેસ બીજીવાર પ્રેગ્નન્ટ છે. હોસ્પિટલની બહારની ફોટોગ્રાફર્સને જોઈને અનુષ્કા ગુસ્સે પણ થઈ હતી. ગુસ્સામાં તેણે ફોટોગ્રાફર્સની સામે જીભ પણ કાઢી હતી.

શા માટે હોસ્પિટલ ગયા હતા?
વાસ્તવમાં અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નન્ટ નથી. અનુષ્કા કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટને મળવા ગઈ હતી. અનુષ્કા શર્મા ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં કામ કરી રહી છે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. ઝૂલન ગોસ્વામી બોલર છે. અનુષ્કાએ ફિલ્મ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અનુષ્કા સ્પોર્ટ્સ પર્સન નથી અને હેવી પ્રેક્ટિસને કારણે સ્નાયુઓ ખેંચાઈ જવા, મસલ્સમાં દુખાવો થઈ શકે છે. આ જ કારણે એક્ટ્રેસ ફિઝિયોથેરાપિસ્ટને મળવા ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષે બોલિવૂડમાં કમબેક કરી રહી છે. છેલ્લે તે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી.

 

 

Download Our B K News Today App



Related News