ડેબ્યૂ ફિલ્મમાં રોલ કટ થવાથી ઈરફાન ખાન આખી આખી રાત મિત્રના ખભે માથું મૂકીને રડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:46:00
  • Views : 401
  • Modified Date : 2021-01-07 11:46:00

    ઈરફાન ખાનના નિધન બાદ આજે (સાત એપ્રિલ)ના રોજ તેમની પહેલી બર્થ એનિવર્સરી છે. 29 એપ્રિલ, 2020ના રોજ ઈરફાન ખાનનું નિધન થયું હતું. બોલિવૂડમાં સૌથી બિંદાસ એક્ટર તરીકે ઓળખાનારા ઈરફાનના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે. ઈરફાનના જીવનના રસપ્રદ કિસ્સા જાણીએ.

    ઈરફાન ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘સલામ બોમ્બે’ હતી. ફિલ્મના ડિરેક્ટર મીરા નાયરે ઈરફાનને કોલેજની એક વર્કશોપમાં જોયા હતા. મીરાએ ઈરફાનને મુંબઈમાં વર્કશોપ એટેન્ડ કરવાની ઓફર કરી હતી. ઈરફાન ખુશ થઈ ગયા હતા. 20 વર્ષીય ઈરફાન મુંબઈ જઈને રઘુવીર યાદવની સાથે એક ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. આ ફ્લેટ મીરા નાયરે ભાડે લીધો હતો. ફિલ્મની વાર્તા મુંબઈના સ્ટ્રીટ કિડ્સ પર આધારિત હતી. ઈરફાને રિયલ સ્ટ્રીટ કિડ્સ સાથે વર્કશોપ કરવાની હતી. જોકે, શૂટિંગ શરૂ થવાના બે દિવસ પહેલાં જ મીરાએ ઈરફાનનો રોલ કાપી નાખ્યો. ઈરફાનને લેટર રાઈટરનો રોલ આપી દેવાયો. આમ તો આ રોલ ફિલ્મમાં હોય કે ના હોય તેનાથી કોઈ ફેર પડતો નહોતો. આ સમયે ઈરફાન પોતાના મિત્ર રઘુવીર તથા સૂની તારાપોરવાલાના ખભે માથું મૂકીને ખૂબ રડ્યા હતા. ઈરફાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને યાદ છે કે મીરાએ મારો રોલ કાપી નાખ્યો તે વાત કહી ત્યારે હું આખી રાત રડ્યો હતો.'

    ‘સલામ બોમ્બે’માં રોલ કટ થયા બાદ મીરા નાયરે ઈરફાનને અન્ય કોઈ ફિલ્મમાં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ વચન પૂરું કરવામાં 18 વર્ષ થયા હતાં. મીરાએ ‘ધ નેમસેક’માં લીડ રોલ આપ્યો હતો. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. જોકે, તે સમયે ઈરફાનનો સંઘર્ષ પૂરો થયો નહોતો. જ્યારે આ ફિલ્મના શૂટિંગ માટે ઈરફાન ખાન છ મહિના માટે અમેરિકામાં રહ્યાં ત્યારે મીરા નાયરે માત્ર 10 લાખ રૂપિયા આપ્યા હતાં.

    સૌરભ શુક્લાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'આ તે સમયની વાત છે, જ્યારે ભારતમાં નવો-નવો મોબાઈલ આવ્યો હતો અને અમારા મિત્રોના ગ્રુપમાં માત્ર ઈરફાન પાસે જ ફોન હતો. તમામ મેસેજ તેમના મોબાઈલ પર જ આવતા હતાં. જોકે, તે ક્યારેય ગુસ્સે થતા નહીં. મને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે મારા ઘરેથી મેસેજ આવ્યો હતો કે મારા પિતાજી હવે નથી. આ સાંભળ્યા બાદ હું ભાંગી પડ્યો હતો. જોકે, ઈરફાને મને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી. તે દિવસે અમારી પાસે ખાસ પૈસા પણ રહેતા નહીં. જોકે, ઈરફાન એરપોર્ટ ગયો અને ફ્લાઈટની ટિકિટ ખરીદીને આવ્યો હતો.'

    ઈરફાન ખાને વર્ષ 2008-10માં અમેરિકન ટીવી સિરીઝ 'ઈન ટ્રીટમેન્ટ'માં કામ કર્યું હતું. ઝુમ્પા લાહિડીની વાર્તા પર આધારિત આ સિરિયલમાં બ્રુકલિનમાં એક બંગાળી વિધુરની થેરપી બતાવવામાં આવી હતી. આ સિરીઝના દરેક સીન પહેલાં ઈરફાન રડતા હતા. તેમને પાનાં ભરી ભરીને સંવાદો યાદ કરવા પડતા હતા. એક સમયે તેમણે ડ્રામામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જો એક અભિનેતા બે લાઈન પણ ભૂલી જાય તો તેને પછી 15 મિનિટનો ટેક આપવો પડતો હતો. નિરાશ ઈરફાને મદદ માટે ન્યૂ યોર્કમાં હાજર પોતાના મિત્ર નસીરૂદ્દીન શાહને ફોન કર્યો હતો અને જવાબ મળ્યો હતો કે સફળતાનું સૌથી સરળ સૂત્ર એ છે કે લાઈન સારી રીતે યાદ કરવામાં આવે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138