IPLનો સૌથી મોંઘો ખેલાડી જીવલેણ બીમારીથી પીડિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 16:42:14
  • Views : 96
  • Modified Date : 2023-12-14 16:42:14

આઈપીએલની હરાજી માટે હવે થોડાં જ દિવસો બાકી છે અને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. IPL ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી એક જીવલેણ બીમારીથી પીડિત છે. ડૉક્ટરોએ તેને પહેલી વખત કહ્યું કે, તે માત્ર 12 વર્ષ જીવશે. હવે જ્યારે સ્ટાર ખેલાડી બીમારીના બીજા સ્ટેજમાં છે તો તેના માટે આ સારી વાત નથી. ખેલાડીએ પોતે જ આ બીમારી વિશે ખુલાસો કરતાની સાથે જ ક્રિકેટ જગતમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.તે ઓસ્ટ્રેલિયા ટીમનો સ્ટાર ખેલાડી છે અને પાકિસ્તાન સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઈંગ્લેન્ડમાં પણ આ ખેલાડીની જગ્યાએ મિચેલ માર્શની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ યુવા સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન છે. તેમને આપેલા ઈન્ટરવ્યુમાં કેમરન ગ્રીને પોતે આ બીમારી વિશે ખુલાસો કર્યો છે.આ રોગનું નામ ‘ક્રોનિક કિડની ડિસીઝ’ છે અને ગ્રીનની બિમારીની ખબર ત્યારે પડી જ્યારે તેની મા બી ટ્રેસીનું ગર્ભાવસ્થાના 19 અઠવાડિયામાં સ્કેન થયું હતું. ત્યારે ગ્રીનની બીમારીની ખબર પડી હતી. મૂત્રમાર્ગના વાલ્વમાં અવરોધને કારણે પેશાબનો પ્રવાહ કિડનીમાં બેકઅપ થાય છે.ગ્રીનની કિડની અન્ય કિડનીની જેમ શરીરમાં લોહીને ફિલ્ટર કરતી નથી. માત્ર 60 ટકા લોહી જ ફિલ્ટર કરી શકાય છે, જે રોગનો બીજો તબક્કો છે. ક્રોનિક કિડની ડિસીઝના પાંચ સ્ટેજ છે. સ્ટેજ 1 સૌથી ઓછો ગંભીર હોય છે અને સ્ટેજ 5માં ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસની જરૂર પડે છે.હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. કારણ કે મને કિડનીની બીમારી વધારે નહોતી થઈ. જેમ કે અન્ય લોકોને આ બિમારી વધારે હોય છે. ગયા વર્ષે કેર્ન્સમાં ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં રમવામાં મને તકલીફ પડી હતી. એક દાવમાં ફિલ્ડિંગ કર્યા પછી પાંચ ઓવર બોલિંગ કર્યા અને અણનમ 89 રન બનાવ્યા પછી ગ્રીને કહ્યું કે, તેને શરીરમાં સારૂં નહોતું લાગ્યું.આ દરમિયાન ગયા IPL સિઝનમાં હરાજીમાં ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ આ સિઝનમાં મુંબઈએ ગ્રીનને છોડી દીધો છે અને આરસીબીની ટીમે તેને ટ્રેડ કરી લીધો છે. ગ્રીને IPL 2023માં 16 મેચ રમી છે. જેમાં તેણે 50.22ની એવરેજ અને 160.28ની સ્ટ્રાઈક રેટથી 452 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News