આજે શરૂ થશે IPL નો મહાસંગ્રામ, 'બાપુ'ની કેપ્ટન્સીમાં ચેન્નઈ કરશે શ્રેયસની ટીમનો સામનો, જાણો મેચની રસપ્રદ માહિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 12:31:40
  • Views : 361
  • Modified Date : 2022-03-26 12:31:40

આજથી શરુ થશે IPL 2022 

મુંબઈમાં રમાશે પહેલી મેચ 

જાણો ક્યા પ્રકારે જોઈ શકશો લાઈવ પ્રસારણ 

આજથી શરુ થશે IPL 2022 

 

IPLની 15મી સીઝનની શરૂઆત આજે મુંબઈ થઇ રહી છે. ટીમોની સંખ્યા વધવાની સાથે સાથે આ વર્ષે લીગમાં ઘણું બદલાઈ રહ્યું છે. આવામાં આ વર્ષે ટુર્નામેન્ટ વધારે રોમાંચક થવાની આશા છે. IPL 2022નાં ઉદ્ધાટન મુકાબલામાં અગત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગયા વર્ષની ઉપવિજેતા તીત્મ કોલકાતા નાઈટ રાઈડર્સ એકબીજા સાથે મુકાબલો કરશે. બન્ન્ર ટીમ આ વર્ષે નવા કપ્તાનની આગેવાનીમાં ઉતરશે. કેકેઆરનાં કાપતા શ્રેયસ અય્યરને જ્યાં આઈપીએલમાં કપ્તાનીનો સારો અનુભવ છે તો રવીન્દ્ર જાડેજા અહી પહેલી વાર કોઈ ટીમની કપ્તાની સંભાળશે. આવો જાણીએ મેચના પ્રસારણ અને ઓનલાઈન ટેલીકોમ સાથે જોડાયેલ જાણકારી...

 

ક્યારે રમવામાં ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે મેચ?

ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે આજે એટલે કે 26 માર્ચનાં રોજ મેચ રમવામાં આવશે. 

 

ક્યા સમયે શરુ થશે મેચ?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ મેચમાં ટોસ ભારતીય સમય અનુસાર, સાંજે સાત વાગ્યે જ્યારે બોલ સાડા સાત વાગ્યે ફેંકવામાં  આવશે. 

કઈ ટીવી ચેનલ પર પ્રસારિત થશે આ મેચ?
ચેન્નાઈ અને કોલકાતા મેચનું પ્રસારણ અધિકાર સ્ટાર નેટવર્ક પાસે છે. એટલા માટે આ મેચનું પ્રસારણ પણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જ કરવામાં આવશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર અલગ અલગ ભાષાઓમાં લાઈવ મેચ જોઈ શકશો. 

 

ક્યા જોઈ શકશો ઓનલાઇન લઈ સ્ટ્રીમીંગ?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ મુકાબાલાની લાઈવ સ્ટ્રીમીંગ ભારતમાં હોટસ્ટાર એપ પર જોઈ શકાશે. આ ઉપરાંત, મેચ સાથે જોડાયેલ જાણકારીઓ અને રેકોર્ડ્સ પણ તમે ઓનલાઈન જોઈ શકશો. 

 

રસપ્રદ માહિતી 

 

આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની છોડ્યા બાદની પહેલી મેચ હશે અને સાથે રવીન્દ્ર જાડેજા કપ્તાન તારીકેની પહેલી મેક રમાશે. 

 

 

 

ખેલાડીઓ 
ચેન્નાઈ સુપર કિંગ્સ 
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, રોબીન ઉથપ્પા, અંબાતી રાયુડૂ, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, તુષાર દેશપાંડે,એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન 

 

કોલકાતા નાઈટ રાઈડર્સ 

વેંક્ટેશ અય્યર, અજિંક્ય રહાણે, નીતીશ રાણા, શ્રેયસ અય્યર, સેમ બીલીન્ગ્સ, આંદ્રે રસેલ, મોહમ્મદ નબી/ટીમ સાઉથી, સુનીલ નરેન, શિવામ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી 

 

Download Our B K News Today App



Related News