PM મોદીને મળી અમૂલ્ય ભેટ : માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM નરેન્દ્ર મોદીએ કાફલો અટકાવ્યો, યુવતીને મળીને પૂછ્યું- કેટલા દિવસમાં તૈયાર કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:52:44
  • Views : 259
  • Modified Date : 2022-06-01 11:52:44

PM મોદીને મળી અમૂલ્ય ભેટ : માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM નરેન્દ્ર મોદીએ કાફલો અટકાવ્યો, યુવતીને મળીને પૂછ્યું- કેટલા દિવસમાં તૈયાર કર્યું

PM નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનાં 8 વર્ષ પૂરાં કર્યા, આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમને એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ઘણો શેર પણ કરી રહ્યા છે.

 

PM મોદીએ યુવતી સાથે વાત પણ કરી
PM
મોદી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રોડની એક બાજુ ઊભેલી યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. આ પેઇન્ટિંગને લેવા માટે PM મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો. PM મોદીએ યુવતીને મળ્યા અને તેના દ્વારા બનાવાયેલા માતા હીરાબાના પેઇન્ટિંગને નિહાળ્યું તેમજ એનો ભેટ તરીકે સ્વીકાર પણ કર્યો. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે બનાવ્યું છે. યુવતીએ કહ્યું- હા, મેં બનાવ્યું છે. PM મોદીએ તેને વધુમાં પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો, યુવતીએ જવાબ આપ્યો, એક જ દિવસમાં આ તૈયાર કર્યું છે.

યુવતીના માથ પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા
યુવતી સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને તેનું નામ પૂછ્યું અને કહ્યું કે તમે ક્યાં રહો છો? તેણે પોતાનું નામ જણાવ્યું અને શિમલામાં જ રહેતી હોવાનું જણાવ્યું. વાતચીત દરમિયાન યુવતીએ એમ પણ કહ્યું કે તેણે વડાપ્રધાનનું પેઇન્ટિંગ પણ બનાવ્યું છે, પરંતુ એને લાવી ન શકી. આ વાત પર PM મોદીએ કહ્યું, કંઈ વાંધો નહીં. વડાપ્રધાને હકડેઠઠ ભીડમાં ઊભેલી યુવતીના માથા પર હાથ રાખ્યો અને તેની પાસેથી એ પેઇન્ટિંગ લઈને આગળ વધી ગયા.

 

Download Our B K News Today App



Related News