કેરળની ઈંદુજા પ્રકાશ 27 વર્ષેની ઉંમરે પ્લસ સાઈઝ મોડલ બની, કહ્યું, ‘લોકો મને સલાહ આપે છે પણ હું જેવી છું તેવી જ ખુશ છું’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 14:07:24
  • Views : 300
  • Modified Date : 2020-12-02 14:08:34

    બાળપણથી ઈંદુજા પ્રકાશને મેદસ્વિતાને લીધે લોકો ચીડવતા હતા, પરંતુ 27 વર્ષની ઉંમરે ઈંદુજાએ આ મેદસ્વિતા તેના પ્રોફેશનનું કારણ બની ગયું. તે પ્લસ સાઈઝ ફેશન મોડલની ઓળખ ધરાવે છે. તે કહે છે કે, લોકોના વિચારને બદલવા મારા માટે ઘણું અઘરું હતું કે એક સ્લિમ ફિગરવાળી છોકરીઓ જ મોડલ બની શકે છે.ઈંદુજાએ સિવિલ એન્જિન્યરિંગમાં ડીપ્લોમા કર્યું. લોકડાઉન દરમિયાન ઈંદુજાએ પ્લસ સાઈઝ મોડલિંગ કર્યું અને તેને પ્રોફેશનમાં બદલી નાખ્યું, તેણે કહ્યું કે, ‘કેરળમાં પ્લસ સાઈઝ મોડલિંગ કરવું સરળ નથી, પરંતુ મેં મોડલિંગને જ મારું પ્રોફેશન બનાવ્યું. હું મારી મહેનતે પ્લસ સાઈઝ મહિલાઓનો આત્મવિશ્વાસ પરત કરવા માગું છું. જે મહિલાઓ બોડી શેમિંગને લીધે રિજેક્ટ થાય છે, તે બધા માટે હું પ્રેરણા સમાન છું. ઈંદુજા ફોટોગ્રાફર્સ અને મેકઅપ આર્ટિસ્ટ માટે મોડલિંગ અસાઈન્મેન્ટ કરે છે. તે અત્યાર સુધી બે મલયાલમ ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂકી છે.’ઈંદુજાને તે બધા લોકો સામે ફરિયાદ છે જેઓ તેની મેદસ્વિતાની મજાક-મશ્કરી કરે છે. તેણે કહ્યું કે, ‘મારા પરિવારમાં બધાની વજન વધારે છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને વજન ઓછું કરવાની સલાહ આપે છે. કોઈ કહે છે કે ડાયટ કંટ્રોલથી વજન ઓછું થશે તો કોઈ વજન ધટાડવા માટે અલગ-અલગ ઉપાય કહેતા રહે છે.’ઈંદુજાએ ઘણીવાર વજન ઓછું કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે તેને લાગ્યું કે તે કામ સરળ નથી તો પ્રયત્નો કરવાના બંધ કરી દીધા. ઈંદુજા કહે છે, ‘હું જેવી છું, તેવી જ ખુશ છું. હું બીજાની ખુશીને લીધે મારી ખુશ બદલી શકું તેમ નથી.’


Download Our B K News Today App



Related News