ગયા વર્ષની સરખામણીમાં ભારતીય ઘઉંની નિકાસ બમણી થઈ : આ દેશ ઘઉંની ખરીદીમાં નંબર 1

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 18:37:27
  • Views : 245
  • Modified Date : 2022-10-17 18:37:27

    ભારતે એપ્રિલ-ઓગસ્ટ 2022-23 દરમિયાન 43.50 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 116.7 ટકા વધુ છે. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન પર રશિયન આક્રમણને કારણે નિકાસમાં વધારો થયો હતો.રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis) છતાં ભારતની નિકાસને કોઈ અસર થઈ નથી, પરંતુ આ વખતે ઘઉંની નિકાસ (Wheat Export) ગયા વર્ષની સરખામણીમાં બમણી થઈ છે. રિપોર્ટ અનુસાર, આ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે, ભારતે 2021-22ની સરખામણીમાં બમણા ઘઉંની નિકાસ કરી છે. ખાસ વાત એ છે કે મે મહિનામાં સરકારે અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આમ છતાં, ભારતે ગયા વર્ષની સરખામણીમાં બમણા ઘઉંની નિકાસ કરી હતી.આંકડા અનુસાર, ભારતે એપ્રિલ-ઓગસ્ટ 2022-23 દરમિયાન 43.50 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 116.7 ટકા વધુ છે. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન પર રશિયન આક્રમણને કારણે નિકાસમાં વધારો થયો હતો, જેના કારણે ભારતીય ઘઉંની માગમાં ભારે વધારો થયો હતો.એપ્રિલમાં નિકાસ 14.71 લાખ ટન પર પહોંચી છે, જે ગયા વર્ષના એપ્રિલમાં 2.42 લાખ ટનની નિકાસ કરતાં 500 ટકા વધુ છે. 13 મેના રોજ જાહેર કરાયેલા પ્રતિબંધ બાદ તે મહિનાની નિકાસ ઘટીને 10.79 લાખ ટન થઈ ગઈ હતી. જો કે, આ પછી પણ, તે મે 2021 માં નિકાસ કરાયેલ 4.08 લાખ ટન કરતાં 164 ટકા વધુ છે.જૂનમાં 7.24 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, 13 મેના રોજ જાહેર કરાયેલા પ્રતિબંધ બાદ ઘઉંની નિકાસમાં ઘટાડો થયો હતો. જૂનમાં 7.24 લાખ ટન, જુલાઈમાં 4.94 લાખ ટન અને ઓગસ્ટમાં 5.80 લાખ ટન જ્યારે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2021માં અનુક્રમે 4.57 લાખ ટન, 3.75 લાખ ટન અને 5.22 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. ભારતે એપ્રિલમાં 44 દેશોમાં ઘઉંની નિકાસ કરી હતી. આ દરમિયાન બાંગ્લાદેશને સૌથી વધુ (3.35 લાખ ટન) ઘઉં આપવામાં આવ્યા હતા. યુનાઇટેડ કિંગડમને સૌથી ઓછો (2,000 મેટ્રિક ટન) ઘઉં મોકલવામાં આવ્યા હતા.જૂન 2022માં ભારતે 11 દેશોમાં ઘઉંની નિકાસ કરી હતી જૂન 2022માં ભારતે 11 દેશોમાં ઘઉંની નિકાસ કરી હતી. જ્યારે જુલાઈમાં માત્ર પાંચ દેશો (ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, કોરિયા, સંયુક્ત આરબ અમીરાત અને અંગોલા) અને ઓગસ્ટમાં આઠ દેશ (બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મલેશિયા, તાઇવાન અને ભૂટાન)ને ઘઉં આપ્યા હતા. પ્રતિબંધ પછીના મહિનાઓમાં ઈન્ડોનેશિયા ભારતીય ઘઉંના ટોચના ખરીદદાર તરીકે ઉભરી આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન નિકાસ કરાયેલા 18 લાખ ટન ઘઉંમાંથી લગભગ 7 લાખ ટન ઇન્ડોનેશિયા ગયા હતા. એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનાના સમયગાળામાં, ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ (અનુક્રમે 8.06 લાખ ટન અને 11.12 લાખ ટન) પછી ભારતીય ઘઉં માટે બીજું નિકાસ સ્થળ હતું. 

Download Our B K News Today App



Related News