ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છેે, આગામી 20 વર્ષમાં ભારત વિશ્વની ટોપ-3 ઇકોનોમીમાં હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 16:47:05
  • Views : 327
  • Modified Date : 2020-12-15 16:47:05

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.(RIL)ના ચેરમેન અને ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા આગામી બે દાયકામાં ઝડપથી આગળ વધશે. ભારત આગામી 20 વર્ષમાં જ વિશ્વની ટોપ-3 ઈકોનોમીમાં સામેલ થશે. આ વાત મુકેશ અંબાણીએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગના એક વિડિયો સંવાદમાં કહી. ફ્યુલ ફોર ઈન્ડિયા-2020ના વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં અંબાણીએ કહ્યું હતું કે ભારત કોરોના મહામારીમાં પણ સારું કરી રહ્યું છે. આપણો દેશ વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે, સાથે જ અંબાણીએ માર્ક ઝકરબર્ગના વિઝનની પ્રશંસા કરી છે.આ દરમિયાન તેમણે ઝકરબર્ગને રિલાયન્સ જિયોમાં રોકાણનું કારણ પણ પૂછ્યું, જે અંગે માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ભારત મહાન આર્થિક સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે ફેસબુકે અહીં ભારે રોકાણ કર્યું છે, સાથે જે તેમણે જણાવ્યું હતું કે ફેસબુક વિશ્વના લોકોને મદદ કરવા માટે Jioની સાથે પાર્ટનરશિપથી કામ કરવા માગે છે.

    ઝકરબર્ગે ડિજિટલનું વિશ્વ દિવસે-દિવસે કઈ રીતે બદલાઈ રહ્યું છે એની પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતની ભૂમિકા મહત્ત્વની છે. ડિજિટલાઈઝેશનથી વ્યક્તિઓને સશકત બનાવવામાં મદદ મળશે, જેનાથી આવનારા દશકામાં તમની સમૃદ્ધિમાં વધારો થશે.વર્ચ્યુઅલ ઈવેન્ટમાં માર્ક ઝકરબર્ગે અંબાણીને પૂછ્યું કે કોરોના મહામારી પૂરી થયા પછી આપના મતે ટેક્નોલોજીનો કયો રોલ હશે? એ અંગે અંબાણી કહે છે, વિશ્વમાં ટેકનોલોજી રહેશે. અંબાણીએ ભારતની ડિજિટલ ઉપલબ્ધિઓની ક્રેડિટ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેનને આપી. તેમણે ઈતિહાસમાં ભારતની અત્યારસુધીની સૌથી મોટા એફડીઆઈ માટે માર્ક ઝકરબર્ગ અને ભારતમાં ફેસબુક-જિયોની પાર્ટનરશિપ માટે શુભેચ્છા પાઠવી.

    રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સને ફેસબુક તરફથી કંપનીમાં 9.99 ટકા હિસ્સા માટે 43,574 કરોડ રૂપિયા મળ્યા છે. કંપનીની સબ્સિડિયરી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને ફેસબુકની પૂર્ણ સ્વામિત્વવાળી સબ્સિડિયરી જાધુ હોલ્ડિંગ્સ, એલએલસીમાંથી 43,574 કરોડ રૂપિયાની રકમ મળી છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 4.62 લાખ કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર 9.99 ટકા હિસ્સો લીધો છે.



Download Our B K News Today App



Related News