વર્લ્ડકપ 2023ની ફાઈનલની હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માની આજ પહેલી પ્રેસ કોન્ફરન્સ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 13:03:23
  • Views : 114
  • Modified Date : 2023-12-25 13:03:23

ભારત અને સાઉથ આફ્રિકાની 2 મેચની ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરથી રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ થી થશે. આ સીરિઝ શરુ થતાં પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજે એટલે કે, 25 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરશે, રોહિત શર્માની વર્લ્ડકપ 2023ની હાર બાદ આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હશે.વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં જ્યારે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે રોહિત શર્માના સ્થાને કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિત એ હાર બાદ સીધી હવે મીડિયા સાથે વાતચીત કરશે.રોહિત શર્માની આ પ્રેસ કોન્ફરન્સ ખુબ ખાસ હશે. આ દરમિયાન જોવાનું રહેશે કે, હિટમેન અને આખી ટીમ વર્લ્ડકપની ફાઈનલ હારમાંથી બહાર આવી કે નહિ, આ સિવાય ટીમ ફ્યુચર પ્લાન અને રોહિત શર્મા ટી 20 વર્લ્ડકપ રમશે કે નહિ તે પણ સ્પષ્ટ થઈ શકે છે.રોહિત શર્માની વર્લ્ડકપ 2023 ફાઈનલની હાર બાદ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ સેંચુરિયનમાં યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સ બપોરના 2 વાગ્યા બાદ શરુ થશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. ટીમ ઈન્ડિયા હજુ સુધી સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી.રોહિત શર્માની વર્લ્ડકપ 2023ની ફાઈનલની હાર બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ પર જોવા મળશે. તેમજ ઓનલાઈન સ્ટાર સ્પોર્ટસની યુટ્યુબ ચેનલ અને હોટસ્ટાર પર પણ જોઈ શકો છો.

Download Our B K News Today App



Related News