ભારતીય સેનાનો ડ્રેસ બદલવાનો સરકારની વિચારણા....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 13:03:32
  • Views : 519
  • Modified Date : 2019-05-14 13:03:32

ભારતીય સેનાનો ડ્રેસ કેટલાક સમય પછી તમને બદલાયેલો જોવા મળી શકે છે. સૈનિકો માટેના ડ્રેસને વધુ આરામદાયક અને સ્માર્ટ બનાવવા માટે ભારતીય સેના દ્વારા સુચનો મગાવાયા છે. દુનિયાની જુદી-જુદી સેનાઓના ડ્રેસને પણ ચકાસવામાં આવી રહ્યા છે. નવા જમાના પ્રમાણે સૈનિકોના ડ્રેસમાં ફેરફાર કરવાની વિચારણ ચાલી રહી છે. આજે દુનિયામાં યુદ્ધના હથિયારો પણ નવા પ્રકારના આવી ગયા છે અને સાથે જ ભારતમાં બદલાતી ઋતુઓ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને જવાનોના ડ્રેસ અંગે દરેક વિકલ્પ પર સેના વિચારણા કરી રહી છે.ભારતીય સેનાના વડામથકના ઉચ્ચ પદ પર રહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના ડ્રેસના કાપડમાં પણ ફેરફાર કરી શકાય છે. અત્યારે જે મહેંદી રંગનો ડ્રેસ છે તે ટેરીકોટન હોય છે અને તે ઉનાળા તથા ભેજવાળા વાતાવરણ માટે આરામદાયક નથી. સેનાએ તેને પોતાના જૂના કોટનના ડ્રેસના વિકલ્પમાં અપનાવ્યો હતો. બીજો મહત્વપૂર્ણ ફેરફાર ખભા પર લગાવાતા રેન્ક અંગે થઈ શકે છે. રેન્કને ખભાના સ્થાને બટનની પટ્ટીની વચ્ચે લગાવાની વિચારણ ચાલી રહી છે. કારણ કે, દુનિયાની અનેક સેનાઓમાં રેન્ક આ રીતે જ લગાવાય છે. 

Download Our B K News Today App



Related News