દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત : IMFના રિપોર્ટથી મોદી સરકારને રાહત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 15:55:28
  • Views : 270
  • Modified Date : 2022-10-16 16:12:32

     ભારત નાણાકીય વર્ષ 28 સુધીમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ધ ઇકોનોમિક ટાઈમ્સની એક રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF ના ડેટાબેઝના હવાલે આ વાત કહેવામા આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન આ બે સૌથી મોટી અર્થવ્યવસ્થા રહેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત દેશ યુકે ને પાછળ છોડીને સૌથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે.કેપિટલ ઇકોનોમિક્સની એક રિપોર્ટમાં એક બીજી મહત્વની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત જલ્દી જ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની શકે છે. જો કે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સિદ્ધિ ભારત 2023માં હાંસલ કરી શકે છે. ભારત ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે સૌથી આગળ હશે જેની આગલા એક જ દશકમાં કુલ વૈશ્વિક જીડીપીમાં અડધોઅડધ હિસ્સેદારી પણ હશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહામારી અને યુદ્ધના કારણે મોંઘવારીએ મોટાભાગે વિકસિત અર્થવ્યવસ્થાને ભારતની પાછળ ધકેલી દીધી છે.જો કે એવું નથી કે વૈશ્વિક પરિસ્થિતીએ ભારતને અસર નથી કરી. કેટલીક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઑ અને મોનેટરી સંસ્થાઓએ ભારતનાં ગ્રોથ રેટને પહેલેથી ઘટાડી દીધો છે. તેમાં IMF ની હાલની અટકળો પણ સામેલ છે. તેમ છતાં ભારત આ વર્ષે અને આવતા વર્ષે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસથા બની રહેશે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે ભારતમાં મોંઘવારીએ આસમાને નથી પહોંચી ગઈ. ચાલુ ખાતાની ખાઈ ઊંડી છે પરંતુ આવનારા કેટલાક સમયમાં તેમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે.

  

Download Our B K News Today App



Related News