દેશમાં એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડને આગામી સપ્તાહે મંજૂરી મળે તેવી શકયતા, તેને એપ્રુવ કરનાર ભારત પ્રથમ દેશ હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:58:43
  • Views : 397
  • Modified Date : 2020-12-23 12:58:43

    કોરોના વેક્સિન અંગે ઝડપથી સારા સમાચાર મળવાની શકયતા છે. ઓક્સફોર્ડ-અસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવીશલ્ડના ભારતમાં ઈમરજન્સી યુઝ માટે આગામી સપ્તાહે મંજૂરી મળી શકે છે. ન્યુઝ એજન્સી રોયટર્સના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા(SII) પાસેથી કેટલાક બીજા ડેટા માંગ્યા હતા, જે કંપનીએ આપી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડ-અસ્ટ્રાજેનેકાની વેક્સિનનું મેન્યુફેકચરિંગ SII કરી રહી છે. બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાની વેક્સિનને મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ બની શકે છે. બ્રિટનમાં હાલ તેના ટ્રાયલના ડેટાની તપાસ ચાલી રહી છે. વેક્સિન બનાવવામાં ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે. સરકાર ઈચ્છે છે કે જાન્યુઆરીથી દેશના લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થાય. તેના માટે ફાઈઝર અને ભારત બાયોટેકની વેક્સિનના ઈમરજન્સી યુઝને મંજૂરી પણ ઝડપથી મળી શકે છે.દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે. રાહુલે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યુ વિશ્વમાં 23 લાખ લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે. ચીન, અમેરિકા અને રશિયામાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. ભારતનો નંબર ક્યારે આવશે, મોદી જી ?


Download Our B K News Today App



Related News