ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે 5Gનું ટેસ્ટિંગ, 2025 સુધી 100 કરોડ મોબાઈલ ફોન અને 5 કરોડ ટીવી-લેપટોપનાં પ્રોડક્શનનું લક્ષ્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:38:40
  • Views : 360
  • Modified Date : 2020-12-16 15:38:40

    ટેલિકોમ અને IT મંત્રી રવિશંકર પ્રસાદે વર્ચ્યુલ CII ઈવેન્ટ દરમિયાન ભારતને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કેન્દ્ર સરકારની વાત રીપિટ કરતા કહ્યું કે, દેશનો હેતુ ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ફોન, લેપટોપ અને ટીવીનું ઉત્પાનદન કરવાનો છે.પ્રસાદે કહ્યું કે, આગામી 5 વર્ષમાં દેશમાં 100 કરોડ મોબાઈન ફોન, 5 કરોડ ટીવી સેટ અને 5 કરોડ IT ડિવાઈસનું પ્રોડક્શન કરવાનું છે. તેમણે કહ્યું કે, ભારત ટૂંક સમયમાં જ 5G ટેસ્ટિંગ શરૂ કરશે. ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને $1 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. પ્રસાદે CII વર્ચ્યુઅલ ઈવેન્ટમાં કહ્યું કે, આગામી આગામી 5 વર્ષમાં દેશમાં 100 કરોડ મોબાઈન ફોન, 5 કરોડ ટીવી સેટ અને 5 કરોડ IT ડિવાઈસનું પ્રોડક્શન શરૂ થવા થઈ રહ્યું છે. ભારતને ગ્લોબલ સપ્લાય ચેનનો એક ભાગ બનાવી મેન્યુફેક્ચરિંગ સેન્ટર બનાવવાનું છે. તે જ અમારું ફોકસ છે.

  •     ICEA (ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને)એ કહ્યું કે, ભારતમાં નીતિગત હસ્તક્ષેપનાં માધ્યમથી 2025 સુધી પોતાના ક્યુમુલેટિવ લેપટોપ અને ટેબ્લેટનની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 100 બિલિયન ડોલર સુધી વધારવાની ક્ષમતા છે. ICEAએ રિપોર્ટમાં કહ્યું કે, દેશમાં IT ડિવાઈસનું મેન્યુફેક્ચરિંગ, ગ્લોબલ માર્કેટમાં શેર હાલના 1%થી 26% સુધી થઈ શકે છે.આ સિવાય ડિજિટલ ડિવાઈસના મેન્યુફેક્ચરિંગથી 5 લાખ રોજગાર ઉત્પન્ન થશે અને તેનાથી વિદેશી મુદ્રાની આવક 75 બિલિયન ડોલર અને 2025 સુધી 1 બિલિયન ડોલરથી વધુના રોકાણ માટે આગળ વધશે.





Download Our B K News Today App



Related News